ચોટીલાના શેખલીયા ગામે કુહાડીના ઘા ઝીંકી આધેડની ઘાતકી હત્યા.
ચોટીલા: શેખલીયા ગામે સરપંચની ચૂંટણીમાં ફોર્મ ભરવા બાબતે કુહાડીના ઘા ઝીંકી આધેડની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. જેમાં સરપંચની ચુંટણીમાં ફોર્મ ભરવા બાબતે ચાલતી હતી બબાલ અંતે હત્યા સુધી પહોંચતા ચકચાર મચી જવા પામી હતી. જેમાં ઈજાગ્રસ્ત હાલતમાં આધેડ ગોવિંદભાઈ ગોળયાને પ્રથમ કુવાડવા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ.
ચોટીલાના શેખલીયા ગામે સરપંચની ચૂંટણીમાં ફોર્મ ભરવા બાબતે કુહાડીના ઘા ઝીંકી આધેડની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. અગાઉ ચુંટણીમાં સરપંચનું ફોર્મ ભરવાની ના પાડવા છતાં ગોવિંદભાઇ કાળાભાઇ ગોળીયા, (જાતે. ત.કોળી, ઉ.વ.49, રહે-શેખલીયા, તા. ચોટીલા)ને શેખલિયા ગામના રજની ગાંડુભાઇ કુમરખાણીયા, ગાંડુ ભીમાભાઇ કુમરખાણીયા અને ભારત રજનીભાઇ કુમરખાણીયાને પાછળથી આવી ગળેથી દબોચી લઇ નીચે પાડી દઇ રજનીભાઇ ગાંડુભાઇ કુમરખાણીયાએ ધારદાર કુહાડીનો ઘા માથામાં ઝીંકી દઇ ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા.
બાદમાં ગોવિંદભાઇ કાળાભાઇ ગોળીયાને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત થતા પોલીસે હત્યા અંગેનો ગુન્હો દાખલ કરી નાસી છૂટેલા ત્રણેય આરોપીઓને ઝબ્બે કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ ચોટીલા પીએસઆઇ ચલાવી રહ્યાં છે.