Placeholder canvas

લીંબુ સ્વાસ્થ્ય માટે હિતકારી, જાણો તેના પાંચ અદભૂત ફાયદા…

આપણા રસોડામાં વપરાતી દરેક વસ્તુ ઔષધ સમાન છે. દરેક વસ્તુઓના રસોઇમાં ઉપયોગ પાછળ પણ વૈજ્ઞાનિક તથ્યો જોડાયેલા છે. લીંબુ પણ તેમાનું એક છે. દરેક વ્યંજનનો સ્વાદ વધારતું લીંબુ કઇ રીતે સ્વાસ્થ્ય માટે હિતકારી છે જાણીએ…

જો આપ વધતા જતાં શરીરની સમસ્યાથી પરેશાન હો અને વજન ઉતારના માંગતા હો તો લીબુંનો રામબાણ ઇલાજ છે, સવારે ખાલી પેટે  હુંફાળા પાણીમાં લીંબુ લેવાથી શરીરનું વજન ઝડપથી ઘટે છે.

પાચન સંબંધિત સમસ્યામાં પણ લીંબુનો પ્રયોગ કારગર છે. જો કબજિયાતની સમસ્યાથી પરેશાન હો તો ગરમ પાણીમાં લીંબુના ડ્રોપ્સ નાખીને પીવાથી રાહત મળે છે. ઉપરાંત લો બીપી, નર્વસનેસ જેવી સમસ્યમાં પણ લીંબુ સરબત રામબાણ ઇલાજ છે.

જો તાપના કારણે સ્કિન સનબર્ન થઇ ગઇ હોય. ત્વચા પર કાળાશ આવી ગઇ હોય તો મધમાં લીંબુનો રસ મિક્સ કરીને લગાવવાથી ત્વચા ઉજળી બને છે. સ્કિનને સાફ કરવામાં લીંબુ એન્ટિ એજિંગનું કામ કરે છે.

જો આપની દાંત સંબંધિત સમસ્યા રહેતી હોય. વાંરવાર ઇન્ફેક્શન થઇ જતું હોય તો સમસ્યામાં પણ વિટામિન સીથી ભરપૂર લીંબુ કારગર છે. લીબું ઇન્ફેકશન સામે લડવાનું કામ કરે છે,

જો આપની કફ પ્રકૃતિ હોય અને વારંવાર કફ થઇ જતો હોય તેવી સ્થિતિમાં પણ લીબુંનો પ્રયોગ કારગર છે. હૂફાળા પાણીમાં લીંબુનો, મરી ઉમેરીને પીવાથી શરીરમાંથી કફનો નાશ થાય છે.

એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ અને મરી પાવડર મિક્સ કરીને પીવાથી વોમિટિંગ ફિલિંગમાં રાહત મળે છે. લીંબુના વૃક્ષનાં પાંદડાને સાકર સાથે મસળી, પેસ્ટ બનાવી વહેલી સવારે ખાવાથી હરસની બિમારી દૂર થાય છે.

દરરોજ 1 ગ્લાસ લીંબુ શરબત પીઓ અને પછી જુવો ચમત્કાર
limbu sarbat na fayda

1.ઇમ્યુનીટી :ઉનાળા દરમિયાન, લીંબુનું શરબત પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. લીંબુ વિટામિન સી નો સારો સ્રોત છે, અને વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

2. કિડની: લીંબુમાં જોવા મળતા ગુણધર્મો પથરીને બનતી અટકાવે છે. લીંબુનો સ્વભાવ એસિડિક છે, પરંતુ તે શરીરમાં આલ્કલાઇન અસર આપે છે, અને લીંબુ પાણી કિડની માટે શુદ્ધિકરણ તરીકે કાર્ય કરે છે.

3. મોં ની દુર્ગંધ :લીંબુનું શરબત માત્ર પેટ અને વજન ઘટાડવા માટે ફાયદાકારક માનવામાં આવતું નથી, પરંતુ લીંબુ એક કુદરતી મોં ફ્રેશનર છે. દરરોજ સવારે લીંબુ પાણીનો ઉપયોગ કરવાથી મોં ની દુર્ગંધ ધીમે ધીમે દૂર થાય છે.

4. બ્લડ પ્રેશર: લીંબુનું સેવન બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. લીંબુમાં સીટ્સ એસિડ જોવા મળે છે. લીંબુમાં હાજર વિટામિન સી બ્લડ પ્રેશરને સંતુલિત રાખવા માટે કામ કરે છે.

5. પાચન: જો પાચનની સમસ્યાથી પરેશાન છો, તો પછી લીંબુ-પાણીમાં સંચળ નાખીને પીવો. લીંબુનું પાણી હાઇડ્રોક્લોરિક એસિડ અને પિત્ત સ્ત્રાવના ઉત્પાદનમાં વધારો કરે છે, જે પાચક અને પેટની ગેસની સમસ્યાઓથી રાહત મેળવી શકે છે.

6. વજન ઘટાડો: જો તમે મેદસ્વીપણાની સમસ્યાથી પરેશાન છો, તો પછી તમે રોજ એક ગ્લાસ લીંબુનું શરબત સવારે ખાલી પેટ પર લો. લીંબુ શરબત શરીરમાંથી ઝેરી તત્વો એટલે કે એન્ટીઓકિસડન્ટો દૂર કરીને વજન ઘટાડવામાં મદદ કરે છે

7. ત્વચા: લીંબુ ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. ઉનાળામાં રોજ લીંબુનું સેવન કરવું ત્વચા માટે સારું માનવામાં આવે છે. તેમાં હાજર એન્ટીઓકિસડન્ટો અને વિટામિન સી ત્વચાને થતા નુકસાનને ઘટાડે છે અને ઓઈલી સ્કિન ને અટકાવે છે. આ સિવાય કાળા ડાઘોને ઘટાડવામાં પણ મદદ કરે છે.

8. હતાશા: ડિપ્રેશન સાથે લડતા લોકો માટે લીંબુનું સેવન સારો વિકલ્પ હોઈ શકે છે. લીંબુમાં મળતાં ગુણધર્મો હતાશા દૂર કરવામાં મદદ કરી શકે છે.

9. એનર્જી: લીંબુનું સેવન કરવું એ ઉર્જા માટે ખૂબ સારું માનવામાં આવે છે. લીંબુ પાણી પીવાથી તાણ સામે લડવામાં પુષ્કળ શક્તિ મળે છે અને મૂડ હળવો થાય છે અને શરીરને શક્તિશાળી બનાવી શકાય છે.

10. હાઇડ્રેશન: લીંબુનું શરબત પીવાથી શરીરને ઉનાળામાં હાઇડ્રેટેડ રાખી શકાય છે. લીંબુમાં ઘણા વિટામિન અને ખનિજો મળી આવે છે, જે શરીરને ગરમીથી બચાવવામાં મદદ કરી શકે છે.

ગોળ લીંબુ શરબત

જયારે લીંબુની વાત નીકળે એટલે લોકો લીંબુ પાણી કરતા લીંબુ શરબત પીવાનું વધુ પસંદ કરે છે અને આ લીંબુ શરબતમાં ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે ખરેખર જો ઉનાળામાં ખાંડની જગ્યાએ ગોળ વાળું લીંબુ શરબત બનાવીને પીવામાં આવે તો વધુ લાભ થાય છે, તો ચાલો આજે જાણીએ ગોળ વાળું લીંબુ શરબત વિશે….

આમ જોવા જઈએ તો બધા લીંબુ પાણી ના ફાયદા, લીંબુ શરબત ના ફાયદા, લીંબુ સોડા ના ફાયદા વિશે ઘણું જાણતા જ હોય છે પરંતુ ખાંડ કરતાં પણ વધારે ગોળ હેલ્ધી તેમજ સ્વાસ્થ્યવર્ધક હોય છે તેથી જ જ્યારે લીંબુ અને ગોળનું મિશ્રણ કરી આપણે શરબત તૈયાર કરીએ છીએ તો એ શરબત વધુ હેલ્થી અને સ્વાસ્થ્યવર્ધકકારક થાય છે અત્યારે જ્યારે બધાને પોતાની ઇમ્યુનિટી સારી રાખવાની છે ત્યારે આ શરબત શરીરને ઠંડક તો આપે છે સાથે સાથે શરીરમાં ઇમ્યુનિટી પણ વધારે રાખે છે તો ચાલો આજે આપણે બનાવતા શીખીએ ગોળ લીંબુ નો શરબત બનાવવાની રીત…

ગોળ લીંબુ નો શરબત બનાવવા જરૂરી સામગ્રી
  • 100 ગ્રામ ગોળ
  • 4 ગ્લાસ પાણી
  • 1 1/2 (દોઢ) લીંબુનો રસ
  • 1 ચમચી સંચળ
  • 1 ચમચી મીઠું
  • 5-6 પાન ફુદીનો
  • 1 નાનો ટુકડો આદુ

ગોળ લીંબુનો શરબત બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં ગોળ લ્યો, તેમાં ચાર ગ્લાસ પાણી નાખી બરોબર મિક્સ કરો. હવે તેમાં આદુ છીનીને નાખો, દસ મિનિટ ગોળ આદુ ને પલળવા ઢાંકણ ઢાંકી એક બાજુ મૂકી દો, ગોળ પાલડી જાય એટલે તેને ચમચા વડે બરોબર હલાવી તેમાં સ્વાદ મુજબ મીઠું સંચળ અને લીંબુનો રસ નાંખી બરાબર મિક્સ કરો

ત્યારબાદ મિશ્રણને એક બીજા વાસણમાં ગરણી વડે ગળી લેવુ જેથી છીણેલું આદુના ટુકડા અલગ થઈ જાય, ત્યારબાદ સર્વિસ ગ્લાસમાં બરફના ટુકડા ફુદીનાના પાન અને લીંબુની સ્લાઈસથી નાખી તેમાં શરબત નાખો.

શરબતમાં જો તમને ગમે તો મરી પાવડર, શેકેલા જીરાનો ભૂકો અથવા વરિયાળીનો ભૂકો પણ નાંખી શકો છો. લો તૈયાર થઈ ગયું ગોળ લીંબુનો શરબત…

આ સમાચારને શેર કરો