Placeholder canvas

ત્રણ વર્ષના બાળક મોહંમદે આખા દિવસનું રોઝુ રાખ્યું !!

હાલમાં રમઝાન માસ ચાલી રહ્યો છે, મુસ્લિમ બેરાદરો રમજાન માસ દરમિયાન રોઝા રાખી રહ્યા છે અને મસ્જિદમાં વિશેષ નમાજ તરાવીહ પડી રહ્યા છે.અલ્લાહ પાસે દુઆ માંગી રહ્યા છે.

રમઝાન માસ દરમિયાન વહેલી સવારે 05:30 વાગે થી ખાવા પીવાનું બંધ કરીને સાંજે 7:07 વાગ્યા પછી જ ખાઈ પી શકાય છે. આમ 14 કલાક ભૂખય તરસ્યા રહેવાનું એટલે કે રોઝુ ઘણા મોટા લોકો પણ નથી રાખી શકતા ત્યારે એવા પણ બનાવ સામે આવે છે કે નાના નાના બાળકો પણ આખા દિવસનું રોઝુ રાખે છે.

મૂળ ટંકારા તાલુકાના ટોળ ગામના વતની અને હાલમાં વાંકાનેર રહેતા મૌલાના ગુલામ મુસ્તુફા શેરસીયાના ત્રણ વર્ષનો પુત્ર મોહંમદે આખા દિવસનું રોજો રાખ્યું હતું. મોહમ્મદ તેમના પરિવાર સાથે વહેલી સવારે શહેરી કરીને છેક સાંજે ઇફ્તાર કર્યા બાદ જ ખાધું પીધું હતું અને આમ ખૂબ નાની ઉમરે ખુદાને રાજી કરવા આખો દિવસનું રોઝુ રાખ્યું હતું.

આ સમાચારને શેર કરો