Placeholder canvas

મોરબીના ઝુલતા પુલ અને ગેરકાયદે બાંધકામના મુદા વિધાનસભામાં ગુંજયા

પાલિકા સામે કેમ કોઈ કાર્યવાહી નહીં? ગેરકાયદે બાંધકામો સામે કેવા-કેટલા પગલા લીધા? -મોઢવાડિયા

મોરબીમાં 135 લોકોનો ભોગ લેનારી ઝુલતા પુલ દુર્ઘટનાનો મુદો આજે કોંગ્રેસે વિધાનસભામાં ઉઠાવ્યો હતો અને ગેરકાયદે બાંધકામને વિશે પણ સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ગુજરાત વિધાનસભામાં આજે સરકારે ગેરકાયદે બાંધકામોને નિયમિત કરતા ઈમ્પેકટ ફી યોજનાની મુદત લંબાવતો ખરડો પેશ કર્યો

ત્યારે કોંગ્રેસના સભ્ય અર્જુન મોઢવાડીયાએ મોરબી-અમદાવાદના બ્રીજનો મુદા ઉઠાવ્યો હતો અને ગેરકાયદે બાંધકામો વિશે સવાલ ઉઠાવ્યા હતા. તેઓએ ટકોર કરી હતી કે મોરબી ઝુલતા પુલ દુર્ઘટના વિશે સરકારે કોની સામે પગલા લીધા? નગરપાલિકાની બેદરકારી પણ ખુલ્લી પડી હોવા છતાં કેમ કોઈ પગલા લેવામાં આવ્યા નથી?

અગાઉ અમદાવાદ તથા સુરતમાં સર્જાયેલી બ્રીજ દુર્ઘટનાઓનો પણ આ તકે તેઓએ ઉલ્લેખ કર્યો હતો. ગેરકાયદે બાંધકામ વિશે સરકારને ભીડવવાનો પ્રયત્ન કરતા મોઢવાડીયાએ કહ્યું કે ગેરકાયદે બાંધકામો ખડકી દેનારા કેટલા લોકો સામે પગલા લેવામાં આવ્યા છે? અમદાવાદના વિવાદીત હાટેશ્ર્વર બ્રીજના નબળા બાંધકામનો મુદો પણ ઉભો કર્યો હતો.

આ સમાચારને શેર કરો