Placeholder canvas

વાંકાનેર: જુના વઘાસિયા ગામે ગાળો બોલવાની ના પાડતા બેટ ઠોકીયું.

વાંકાનેર : વાંકાનેર તાલુકાના જુના વઘાસિયા ગામે રહેતો આરોપી જાબીર હુસેનભાઈ માથકિયા ગાળો બોલતો હોવાથી બસીરભાઈ ફતેમામદભાઈ માથકિયા નામના યુવાને આરોપી જાબીરને ગાળો નહિ બોલવાનું કહેતા ઉશ્કેરાઈ જઈ માથામાં બેટ ફટકારી દેતા ગંભીર ઇજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે ઇજાગ્રસ્ત બસીરભાઈના ભાઈ પરવેઝભાઈની ફરિયાદને આધારે વાંકાનેર સીટી પોલીસે આરોપી જાબીર વિરુદ્ધ આઇપીસી કલમ 323, 325, 504 અને જીપી એકટની કલમ 135 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો