Placeholder canvas

ધોરણ 10ના પરિણામમાં મોરબી જિલ્લો 75.42% રિઝલ્ટ સાથે ગુજરાતમાં બીજા નંબરે

184 વિદ્યાર્થીઓ A-1 ગ્રેડમાં, ગત વર્ષ કરતા પરિણામની ટકાવારીમાં 1.54%નો વધારો

આજે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023 મા લેવાયેલ ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં મોરબી જિલ્લો 75.42% રિઝલ્ટ સાથે જિલ્લો ગુજરાતમાં બીજા નંબરે રહ્યો છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર આજે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB)ની માર્ચ-2023માં યોજાયેલી ધો.10ની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું છે. જેમાં ગુજરાત બોર્ડની ધોરણ 10ની પરીક્ષાનું 64.22 % પરિણામ જાહેર કરાયું છે. આ પરિણામમાં સુરત જિલ્લો મોખરે રહ્યો છે. જ્યારે મોરબી જિલ્લો 75.42% પરિણામ સાથે રાજ્યમાં બીજા ક્રમે રહ્યો છે.

મોરબી જિલ્લામાં 184 વિદ્યાર્થીઓ A-1 ગ્રેડમાં, 1093 વિદ્યાર્થીઓ A-2 ગ્રેડમાં અને 1821 વિદ્યાર્થીઓએ B-1 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે. આ વર્ષની પરીક્ષામાં જિલ્લામાં કુલ 4679 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા. જ્યારે 4658 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જિલ્લામાં 3526 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે. ઉપસ્થિત પરીક્ષાર્થીઓના પરિણામના ટકાની તુલના કરીએ તો 2022 માં 74.16% પરિણામ આવ્યું હતુ જ્યારે આ વર્ષે 75.70% આવતા પરિણામની ટકાવારીમાં 1.54% નો વધારો થયો છે.

આ સમાચારને શેર કરો