Placeholder canvas

વાંકાનેરની 2 વિધાર્થીનીઓએ બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો.

ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે તથા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીને યુજીસી માન્ય લેવલની કેટેગરી 1 A++ પ્રાપ્ત કરવાની ખુશીની ઉજવણી સાથે આઠમા દીક્ષા સમારોહમાં મહામુહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા યુનિવર્સિટીના કુલપતિ પ્રો.(ડૉ.) અમીબેન ઉપાધ્યા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિતિમાં આ સમારંભ યોજાઈ ગયો

આ સમારોહમાં વાંકાનેર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી કુમુદબેન પ્રવીણચંદ્ર મહેતા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ BAOU સ્ટડી સેન્ટર વાંકાનેરની બે વિદ્યાર્થીનીઓને ગોલ્ડ મેડલ મળ્યા છે. જેમાં બાદી રીઝવાનાબેન અબ્દુલરહીમભાઈને (81%) આર્ટસ વિભાગમાં મુખ્ય વિષય અર્થશાસ્ત્ર સાથે તથા ચાવડા રસીલાબેન સુરેશભાઈ ને 89% કોમર્સ વિભાગમાં યુનિવર્સિટીના લગભગ 200 જેટલા સેન્ટરમાં પ્રથમ ક્રમ આવવા બદલ ગોલ્ડ મેડલ મળેલ છે. સાથોસાથ 52 વિદ્યાર્થીઓને પદવી પત્રક મળેલ છે બંને વિદ્યાર્થીનીઓના મુખ્ય પરામર્શક તથા સેન્ટર કો-ઓડીનેટર પ્રો. શીતલબેન શાહ, સેન્ટરના વહીવટી અધિકારી યજ્ઞેશભાઇ ભટ્ટ, ગોલ્ડ મેડાલિસ્ટ દીકરીઓના પરિવારજનો તથા ટ્રસ્ટીઓ દમયંતીબેન મહેતા તથા મેઘાબેન મહેતા આ પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા હાજર રહ્યા હતા.

વાંકાનેરમાં અમરસિંહજી કેમ્પસમાં જૂન 2019માં શરૂ થયેલ આ સ્ટડી સેન્ટરમાં સ્નાતક થયેલા આ વિદ્યાર્થીઓ અને પ્રથમ તબક્કાના રાઉન્ડમાં જ બે બે ગોલ્ડ મેડલ મળતા ટ્રસ્ટીઓ તથા સ્ટડી સેન્ટરમાં કોઓર્ડીનેટર, અન્ય પ્રોફેસર તથા વહીવટી અધિકારીઓ અત્યંત હર્ષની લાગણી અનુભવે છે. અને પદવીપત્રક મેળવનાર તેમજ ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેરમાં baou સેન્ટર શરૂ કરવામાં પાયા ના પથ્થર એવા અમરસિંહ હાઈસ્કૂલ ના પૂર્વ આચાર્ય અને કવિ સ્વ.જગદીપ ઉપાધ્યાય સાહેબ હતા. ત્યારે આજે આ ખુશીના સમયે સમગ્ર baou વાંકાનેર સ્ટડી સેન્ટર તેમને યાદ કરી તેમનો આભાર માન્યો હતો.

કપ્તાન ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરો…

https://chat.whatsapp.com/8E3k5K5WX36GM3d0SSxQrO

તમારા મોબાઈલમાં 9879930003 આ નંબર કપ્તાનના નામે સેવ કરી લેજો… જો એવું નહીં કરો તો સમાચાર ખુલશે નહીં જેમની નોંધ લેશો…

આ સમાચારને શેર કરો