ગુજરાત

ડ્રાઇવરે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા કાર પલટી જતા એકનું મોત, 3 ઘાયલ.

ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢ પાસે કાર પલટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘાયલોને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જેમાં સારવારમાં 1નું મોત નીપજ્યું હતુ. ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા અકસ્માત અંગેનો ગુનો નોધવામાં આવ્યો હતો.

ધ્રાંગધ્રા કુડા રોડ પર આવેલા વિરેન્દ્રગઢ ગામ પાસે કારચાલકે કાર પરના સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા કાર રસ્તાની બાજુમાં પલટી ખાઇ બાવળોની ઝાડીઓ અથડાઈ હતી. જ્યારે અકસ્માત થતાં રાહદારીઓ અને આજુબાજુ વાડી વિસ્તારના લોકો દોડી ગયા હતા. અકસ્માતમાં ઘાયલ થયેલાને ધ્રાંગધ્રા સરકારી દવાખાનામાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન 1નું મોત નિપજ્યું હતુ. 3 ઘાયલને વધું સારવાર અર્થે સુરેન્દ્રનગર લઇ જવામાં આવ્યા હતા.

આ સમાચારને શેર કરો