Placeholder canvas

વાકાનેર: કુંભારપરામાં સ્ટ્રીટ લાઇટના અજવાળામાં જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા.

પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહી-જુગારની બદીઓ દૂર કરવા કડક સૂચના કરેલ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષક પી.એ ઝાલાના માર્ગદર્શન હેઠળ વાંકાનેટ શહેર પી.આઈ. કે.એમ છાસીયા તથા વાકાનેર સીટી પો.સ્ટેના સર્વેયન્સ સ્ટાફના માણસો કામગીરી કરવા પ્રત્યનાથ હોય એ દરમ્યાન પો. કોન્સ ધર્મરાજભાઇ ગઢવી તથા પ્રતિપાલસિંહ વાળાને સંયુક્તમા ખાનગી રહે બાતમી મળેલ કે, વાકાનેર કુંભારપરા ગરબી ચોકના પટ્ટમા સ્ટ્રીટ લાઇટના અજવાળાના જાહેરમાં અમુક ઇસમો ગે.કા રીતે ગંજીપત્તાના પાના અને પૈસા વતી હારજીતનો જુગાર રમે છે. ત્યાં રેડ કરતા ૩ ઈસમોને પકડી પાડીને તેમની પાસેથી રોકડા રૂપીયા ૧૫,૧૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા સદર મુદ્દામાલ કબ્જે કરી વાંકાનેર સીટી પો.સ્ટેમાં આ ઈસમો વિરુધ્ધ જુગારધારા મુજબ ગુન્હો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓ :-
(૧) ગોપાલભાઇ દેવાભાઇ ગમારા જાતે ભરવાડ ઉ.વ.૩૪ રહે.વાંકાનેર ભરવાડપરા શેરી નં.૦૪
(૨) સુનીલભાઇ ઉર્ફે કન્ટ્રી કાળુભાઇ બાબરીયા ઉ.વ.૩ર રહે,વાંકાનેર ગાયત્રી મંદીર સામે મફતીયપરા.
(૩) નરેશભાઇ રઘુભાઇ સારેસા જાતે-અનુ.જાતી ઉવ.૪૨ ધંધો-મજુરી આંબેડકરનગર વાંકાનેર

આ કામગીરીમાં પો.હેડ.કોન્સ યશપાલસિંહ પરમાર તવા હરપાલસિંહ પરમાર તથા હરદીપસિંહ ઝાલા,પ્રતિપાલસિંહ વાળા તથા કૃષ્ણરાજસિંહ ઝાલા તથા દિવ્યરાજસિંહ ઝાલા તથા ધર્મરાજભાઈ ગઢવી જોડાયેલ હતા.

આ સમાચારને શેર કરો