Placeholder canvas

ટંકારા તાલુકાનો ચકચારી બંગાવડી સિંચાઈ કેસનો ચુકાદો 88 આરોપી શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ

બંગાવડી ડેમમાં પિયત માટે પાઈપલાઈન માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવી કાર્યવાહી બાદ ટંકારા પોલીસ મથકે 88 ખેડૂતો સામે ફરીયાદ દાખલ થઈ હતી.

આ કામે એકલા હાથે લડત ચલાવી રહેલા અને અરજદાર તરીકે રહેલા ભાણજી મેદપરાનું અવસાન થતાં એનો પુરાવો નોંધવામાં આવ્યો નથી.

બંગાવડી ડેમમાં પિયત માટે પાઈપલાઈન બાબતે ચાલેલી ખુબ મોટી લડાઈ બાદ હાઈકોર્ટે ના ઓર્ડરથી ગેરકાયદેસર ભુંગળા હટાવ્યા હતા અને ત્યાર બાદ ઈ પી કો કલમ 430 તથા ગુજરાત સિંચાઈ પાણી અધિનિયમ 2013 ની કલમ 37 મુજબ ટંકારા પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી હતી.

આ કેસ ટંકારા જયુડી. મેજી. ફ. ક. માં ચાલતા 88 આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરવામાં આવ્યો છે અને પ્રત્યેક આરોપી ને ક્રિપોકોડ. કલમ 437 મુજબ દશ હજાર ના સધ્ધર જામીન તથા એટલી રકમના જાત મુચરકા કે અગાઉ રજુ જામીનદાર રહેવા માંગે તો પુરશીસ રજુ કરવા હુકમ કર્યો હતો. આ કેસમાં 14 મૌખિક પુરાવાઓ ધ્યાનમાં લેવામાં આવ્યા હતા જેમા 1 ફરીયાદી 8 સાહેદ 4 પંચ સાહેદ 1 ત. ક. અધિકારી સામેલ છે જોકે એક સાહેદ અને મુખ્ય અરજદાર ભાણજી મેદપરા અવસાન થતાં એના પુરાવા રેકોડ ઉપર લેવામાં આવ્યા ન હતા. ઉપરાંત આ કેસમાં ટંકારા જયુડી. મેજી. ફ. ક. એસ જી શેખ સાહેબ દ્વારા નામદાર ઉચ્ચ અદાલત ના ચુકાદા ને પણ કોટ કરી હુકમાં ટાકયા હતા. આરોપી પક્ષે વકિલ તરીકે મુકેશ બારૈયા રોકાયા હતા. જે તે વખતે આ કેસ ખુબ ચર્ચાસ્પદ બની જીલ્લામાં ટોપ ઓફ ધ ટાઉન બન્યો હતો.

આ સમાચારને શેર કરો