Placeholder canvas

રમજાનમાં નાના બળકોએ રોજા રાખીને અલ્લાહની ઈબાદત કરી.

વાંકાનેર આજે રમઝાનનો છેલ્લો દિવસ છે આજે છેલ્લો રોજો પણ છે આવતીકાલે ઇતની ઉજવણી કરવામાં આવશે આ રમઝાન મહિનામાં રોજા રાખતા હોય છે ત્યારે નાના નાના બાળકો પણ રોજો રાખીને એ બાબત કરે છે કેટલાક બાળકોએ એક બે રોજા કર્યા તો કેટલાક બાળકોએ આખા મહિનાના રોજા કર્યા….

પંચસિયાના રુહાને 7 વર્ષની વયે બે રોજા રાખી અલ્લાહની બંદગી કરી

રાજકોટ રહેતા અને મૂળ પંચાશિયા ગામના રહિશ ઈલ્મુદીન હુસેનભાઈ માથકિયાના પુત્ર મોહંમદરુહાને 20 અને 27મું રોજું રાખી અલ્લાહની બંદગી કરી હતી. તેમણે 7 વર્ષની નાની ઉંમરે આ વર્ષે પ્રથમવાર રોજા રાખી અલ્લાહની બંદગી કરી હતી. રોજા રાખવાનો તેમનામાં અનેરો ઉત્સાહ હતો. આટલી નાની ઉંમરમાં રોજું રાખીને સંદેશો આપ્યો હતો કે, રમજાન માસ ખુદાની ઈબાદતનો મહિનો છે ત્યારે મુસ્લિમોએ રોજા રાખવા જોઈએ અને નમાઝ પઢવી જોઈએ.

દલડીની નૂરફાતેમાંએ 30 રોજા રાખ્યા…

વાંકાનેર તાલુકાના દલડી ગામની નવ વર્ષીય દીકરી પરાસરા નૂરફાતેમા મંજૂર ઈલાહીએ આખા રમઝાન માસના રોજા રાખીને અલ્લાહની ઈબાદત કરી હતી.

અરણીટીબાની સુગરાબાનુએ આખા મહિનાના રોજા રાખ્યા…

વાંકાનેર તાલુકાના અરણીટીબા ગામની 9 વર્ષીય દીકરી માથકિયા સુગરાબાનુ ઈલ્મુદીનભાઈએ આખા મહિનાના રોઝા કરી અલ્લાહની ઈબાદત કરી ‌હતી….

આ સમાચારને શેર કરો