Placeholder canvas

ટંકારા: બંગાવડી ગામે ડી.ડી.ઓ.એ 13 કુટુંબને રહેણાંક પ્લોટ ફાળવી સ્થળ પરજ સનદ આપી.

ટંકારા તાલુકાના બંગાવડી ગામે જીલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારી કર્મચારીની ઉપસ્થિતિમાં એકજ દીવસે 13 કુટુંબને રહેણાંક પ્લોટ ફાળવી કબજો સોપણી અને સનદ વિતરણ કરવામાં આવ્યું. લાભાર્થી પરિવારે મોડી રાત્રી સુધી તંત્રની કામગીરી અને પશ્રો પત્યે સતર્કતા બદલ રાજીપો વ્યક્ત કરી ડીડીઓશ્રીનુ સન્માન કર્યુ

મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અનુસૂચિત જાતિના લાભાર્થીને રહેણાંક જમીન પ્લોટ બાબતે અવારનવાર રજૂઆતો અને માગણીઓ થતી હોય ત્યારે ટંકારા તાલુકાના બંગાવડી ગામે ઘણા લાંબા સમયથી જમીનના પ્લોટ ફાળવણી વાકે 13 જેટલા કુટુંબ રજુઆત કરતા હોય આ બાબત નવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના ધ્યાને આવતા તાત્કાલિક અસરથી આ પ્રશ્ને સતર્કતા દાખવી પ્લોટના કબજા લાભાર્થીને અનુકૂળ જગ્યાએ ફાળવી સ્થળ પર સનદ આપવા ખુદ જીલ્લા વિકાસ અધિકારી ડી ડી જાડેજા, નાયબ ડિડિઓ આઈ પી મેર મેડમ, તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધન જાડેજા, સર્કલ ઓફિસર જે ડી ચાવડા, જયદીપભાઇ પટેલ, બિજરાજસિંહ ઝાલા, ટી સી એમ રાહુલભાઈ, નિઝામ મોડ, સંજય મેઘાણી સહિતના કર્મચારીઓ મોડી રાત્રી સુધી રોકાણ કરી બંગાવડી ગામના લાભાર્થીઓને અનુકૂળતા મુજબના પ્લોટ ફાળવણી કરી સનદ આપી પોતિકુ ધર બનાવવાનો માર્ગ મોકળો કર્યો હતો.

તંત્રની આ કામગીરી નિહાળી લાભાર્થી પરિવાર તથા ગામના લોકોએ વહીવટી તંત્રની સતર્કતા અને લગાવ જોઈ ગદગદીત થયા હતા અને બીજા દિવસે નગરજનો જીલ્લા વિકાસ અધિકારીને એમની ઓફીસે પહોચી ખુશી વ્યક્ત કરી પુષ્પ ગુચ્છ આપી સન્માનિત અને આભાર વ્યક્ત કર્યા હતો.

આ સમાચારને શેર કરો