Placeholder canvas

આમરણ ઉર્ષમાંથી પરત ફરતા મુસ્લિમ પરિવારને અકસ્માત નડ્યો, બાળકીનું મોત, 6ને ઈજા

રાજકોટનો મુસ્લિમ પરિવાર ઉર્ષ નિમિતે આમરણ આવ્યો હોય જ્યાંથી પરત ફરતી વેળાએ મોરબીની પંચાસર ચોકડી નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં મુસ્લિમ પરિવારના છોટા હાથી સાથે કાર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં છ વર્ષની બાળકીનું મોત થયું છે જયારે છ લોકોને ઈજા થતા મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા

મળેલી માહિતી મુજબ આ અકસ્માતમાં છોટા હાથી જીજે ૩ બીડબલ્યુ ૭૩૧૨ સાથે કાર અથડાઈ હતી જે અકસ્માતમાં સારીન ઈરફાન હસન બાકરોલીયા (ઉ.વ.૦૬) નામની બાળકીનું મોત થયું હતું જયારે અકસ્માતના બનાવમાં નીઝામુદીન હાસમ બાકરોલીયા (ઉ.વ.૪૨), ઈરફાન હાસમ બાકરોલીયા (ઉ.વ.૩૮), મહેઝબિન ઈરફાન બાકરોલીયા (ઉ.વ.૩૫), સેઝાન નીઝામુદીન બાકરોલીયા (ઉ.વ.૧૬), ગુલઝારબેન નિઝામભાઈ બાકરોલીયા (ઉ.વ.૪૨) અને યાસ્મીન ઇમરાન બાકરોલીયા (ઉ.વ.૨૮) રહે બધા રાજકોટ રસુલપરા કોઠારિયા સોલ્વન્ટ નજીક ગોંડલ ચોકડી વાળાને ઈજા થતા સારવાર માટે મોરબી ખસેડાયા હતા અને પ્રાથમિક સારવાર આપી ગંભીર ઈજાગ્રસ્ત દર્દીઓને રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા

ગઈકાલે આમરણ ગામે ઉર્ષ નિમિતે રાજકોટનો પરિવાર આમરણ ગયો હતો જ્યાંથી પરત રાજકોટ જતી વેળાએ મોરબીની પંચાસર ચોકડી પાસે અકસ્માત નડ્યો હતો જેમાં છ વર્ષની બાળકીનું મોત થતા તેમજ પરિવારના છ સભ્યોને ઈજા થતા પોલીસ ટીમે બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો