વાંકાનેર પોસ્ટ ઓફિસ દ્વારા રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાશે

પોસ્ટ ઓફિસમાં સુકન્યા સમૃદ્ધિ યોજનાના નવા ખાતા રૂ.૨૫૦માં ખોલાશે

વાંકાનેર : ભારતીય પોસ્ટ દ્વારા આગામી તા.24ના રોજ રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.જે અંતર્ગત વાંકાનેરની હેડ પોસ્ટ ઓફિસમાં 10 વર્ષથી નાની દીકરીઓના ખાતા ખોલવામાં આવશે.

ભારતીય પોસ્ટ દ્વારા આગામી તા.24ને સોમવારના રોજ રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરી રહ્યા છે.જેમાં 10 વર્ષ થી નાની દીકરીઓ માટે સરકાર દ્વારા રજૂ કરાયેલ સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ નવા ખાતા વાંકાનેરની હેડ પોસ્ટ ઓફિસ ખાતે ફક્ત રૂ.250માં ખોલી આપવામાં આવશે.ખાતું ખોલવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ સાથે લઇ જવાના રહેશે.જેમાં દીકરીનું આધાર કાર્ડ,જન્મ નોંધનો દાખલો,માતા કે પિતાના આધારકાર્ડની ઝેરોક્ષ સાથે લાવવાની રહેશે.

આ સમાચારને શેર કરો