વાંકાનેર:માટેલ નજીક 8બોટલ દારૂ સાથે યુવાન ઝડપાયો

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે માટેલ રોડ ઉપર અમરધામ નજીકથી વિદેશીદારૂની આઠ બોટલ સાથે એક યુવાનને ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે વાંકાનેર તાલુકા પોલીસે વાંકાનેર માટેલ રોડ અમરધામ પાસેથી સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના વેલાળા ગામના મેહુલભાઇ રેવાભાઇ રાઠોડ નામના યુવાનને મેકડોવેલ્સ નં-૧ બ્રાન્ડ વિદેશીદારૂની બોટલ નંગ.૦૮કી.રૂ.૩૦૦૦ સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો