Placeholder canvas

તંત્ર-કોન્ટ્રાક્ટરની મિલીભગત: રાજકોટ-મોરબી રોડ પર રિફલેકશમેન્ટનુ કામ પૂર્ણ થતું જ નથી.

રાજકોટ મોરબી રોડ પર રિફલેકશમેન્ટ નુ કામ પુર્ણ ન થતા રાત્રીના સમયે વાહન ચાલકો પરેશાન અનેક નાના મોટા અકસ્માતો સર્જાય છે છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં પોઢી કોન્ટ્રાક્ટર ને નોટિસ ફટકારી પોતે કાઈક કર્યાનો સંતોષ માની રહો છે. બીજી તરફ આ રોડનું કામ પુર્ણ થાય એ પહેલાં તો રોડ વચ્ચે ખાડા ખોદી પતરાના બોડ થકી જાહેરાતો ઢેર ઢેર ચિતરી દેતા તંત્ર ની સાંઠગાંઠ છતી થઈ ગઈ છે.

ટંકારા મધ્યેથી પ્રસાર થતો કચ્છ રાજકોટને જોડતો નેશનલ માર્ગ ચાર માર્ગીય કરવાનુ તત્કાલીન મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ મોરબી ખાતેના રાજ્ય કક્ષાના રાષ્ટ્રીય પ્રવે 375 કરોડના ખર્ચે તૈયાર થશેની જાહેરાત કરી હતી અને રાબેતા મુજબ કામ પણ ચાલુ થઈ ગયું હતું પરંતુ પહેલેથી વિવાદ અને અકસ્માત સર્જનાર આ રોડના કોન્ટ્રેક્ટર મનમાની અને અણધડ કામ કરી સૌની આંખે ચડી ગયા છે.

વાત જાણે એમ છે કે આ રોડની મધ્ય ભાગે રાત્રીના સમયે લાઈટના પ્રકાશથી વાહન ચાલકો પરેશાનન થાય માટે છોડ ઉગાડવાના હોય છે પરંતુ આ જાડી ચામડીના કોન્ટ્રાક્ટરે અનગણીત નોટીસો મળવા છતાં આ કામના શ્રી ગણેશ જ નથી કર્યા જ્યારે પુર્ણ કરવાની વાત તો બહુ દુર ની છે બિજી તરફ ખાનગી સંસ્થા એ સરકાર સાથે શરતી રીતે રોડ વચ્ચે મહાકાય તોતીંગ વૃક્ષો થાય એવું વાવેતર પણ કરી નાખ્યું છે અને માવજત પણ કરે છે તો સવાલો બન્ને ઉભા થયા છે કે શુ આ સંસ્થા એ વાવેતર કરેલ વુર્ક્ષો રોડ વચ્ચે વાવી શકાય ખરા? ભવિષ્યમાં આને લઈને પરેશાની થશે અને વુક્ષોનુ નિકંદન કાઢી નાખવામાં નહી આવે એની જવાબદારી કોણી? આના માટે સંસ્થાને કોણ પૈસા આપે છે અને કેટલા? સહિતના સવાલો ઉભા છે તો રિફલેકશમેન્ટ માટે કામ ન કરનાર કોન્ટ્રેક્ટરને નોટિસ આપી સંતોષ માનનાર અધિકારી આંખ આડા કાન કેમ કરે છે? શું એની જવાબદારી નથી કે કોઇ ત્વરિત નિર્ણય લઈ યોગ્ય કામ કરવુ? શું તંત્રને છાવરવા માટે ખનખનિયા ખખડાવવામા આવે છે? જેવા અનેક સવાલો ઉભા થયા છે.

આ બધા સવાલો વચ્ચે અંતે પિસાવવાનો વારો મુસાફરો રાહદારીઓને આવે છે સૌથી મોટી વાત એ છે કે આ રોડ વિભાગના જવાબદારો આગેવાનોનુ તો ઠીક પણ ધારાસભ્ય અને સાંસદનુ પણ ગણકારતાં નથી અને ચુંટાયેલા પ્રતિનિધિ કેમ મુગા થઈ ગયા એ ખબર નથી પરંતુ આ બાબતે આગામી ચુંટણીમાં ભારે રોષ સાથે આ મુદ્દો ચર્ચાશે.

આ સમાચારને શેર કરો