Placeholder canvas

વાંકાનેર: માટેલ રોડ પરના કારખાનામાં પાણીની કુંડીમાં ડૂબી જતા બાળકનું મોત

વાંકાનેર: માટેલ રોડ પર ફેકટરીમાં રહીને મજુરી કરતા પરિવારના ૦૪ વર્ષના બાળકનું પાણીની કુંડીમાં ડૂબી જતા મોત નીપજ્યું હોય જે બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

બનાવની મળતી માહિતી મુજબ માટેલ રોડ પર મિનરલ્સ કારખાનામાં રહેતા વિક્રમભાઈ સોલંકીના ચાર વર્ષના પુત્ર આર્યન પાણીની કુંડીમાં ડૂબી જતા મોત થયું હતું બનાવને પગલે મૃતદેહ વાંકાનેર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ જશપાલસિંહ ઝાલા ચલાવી રહ્યા છે

આ સમાચારને શેર કરો