Placeholder canvas

વાંકાનેરમાં કોંગ્રેસને ફટકો: APMCના પૂર્વ ઉપપ્રમુખ અશ્વિન મેઘાણીએ કેસરિયા કર્યા !

જલસીકાના મેઘાણી પરિવારના રાજકીય રીતે બે ભાગલા, પિતાએ કોંગ્રેસની વિચારધારા જાળવી અને પુત્રએ કોંગ્રેસની વિચારધારા છોડીને ભાજપની વિચારધારાનો ખેસ પહેર્યો !!!

વાંકાનેર ના રાજકારણમાં ઘણી બધી ઉથલપાથલ જોવા મળી રહી છે ગઈકાલે કોંગ્રેસના યુવા નેતા અને વાંકાનેર એપીએમસી ના પૂર્વ ઉપપ્રમુખ અશ્વિન મેઘાણીએ કોંગ્રેસની વિચારધારાને છોડીને ભાજપની વિચારધારા અપનાવી અને ભાજપનો કેસરિયો ખેસ પહેરી લીધો છે.

અહીં મહત્વની વાત એ છે કે અશ્વિન મેઘાણીના પિતા નવઘણ મેઘાણી તેઓ કોંગ્રેસમાં જ રહ્યા છે, નવઘણ મેઘાણી ત્રણથી વધુ ટર્મ જિલ્લા પંચાયતમાં ચૂંટાઈ આવ્યા છે અને કોળી સમાજના આગેવાનોમાં તેઓ કોંગ્રેસમાં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. તેમના પુત્ર અશ્વિન મેઘાણી અચાનક ભાજપનો કેસરિયો કેમ પહેરી લીધો તે વાંકાનેર ના રાજકારણમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે નવઘણભાઈ મેઘાણીનું પણ રાજકીય ગૌતર ભાજપનું છે. તેઓ પણ ભૂતકાળમાં ભાજપમાંથી પક્ષ પલટો કરીને કોંગ્રેસ સાથે જોડાયા હતા.

રાજકારણમાં ઉચ્ચકક્ષાએ એક જ પરિવારના બે સભ્યો અલગ અલગ પક્ષમાં રહેતા હોય તેવું જોવા મળતું પરંતુ હવે તાલુકા કક્ષાએ પણ આવું જોવા મળી રહ્યું છે. જાલસીકાના નવઘણભાઈ મેઘાણીના પરિવારમાં એક છત નીચે રહેનાર પિતા અને પુત્ર અલગ અલગ રાજકીય પક્ષમાં રહીને કામ કરશે. તેમજ અશ્વિન મેઘાણીએ ધારાસભ્ય જાવીદ પીરજાદાના ભત્રીજા શકીલ પીરઝાદાના ખુબ નજીકના અને વિશ્વાસુ સાથી હતા. તેઓએ આ રીતે અચાનક પક્ષપલટો કેમ કર્યો તેમની અને અશ્વિન મેઘાણી ભાજપમાં જતા કોંગ્રેસને નુકસાન થશે કે નહીં ? તેમની ચર્ચા તાલુકા ભરમાં થઈ રહી છે.

આ સમાચારને શેર કરો