Placeholder canvas

મોરબી: કોંગ્રેસના પૂર્વ નગરપાલિકા સદસ્ય આમ આદમી પાર્ટીમાં જોડાયા

આગામી વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટી મોરબી લોકો સ્વયમભુ જોડાય રહ્યા છે. આજે મોરબી કૉંગ્રેસ ને આમ આદમી પાર્ટીએ ઝાટકો આપ્યો છે.

મોરબી નગરપાલિકા વોર્ડ નંબર-૭ના પૂર્વ નગરપાલિકા સદસ્ય નાજીમાંબેન ઈકબાલભાઈ બ્લોચ અને તેમના પતિ ઈકબાલભાઈ ઇબ્રાહિમભાઈ બ્લોચ જેઓ રહેમત એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ ચલાવી લોકસેવા કરી રહ્યા છે. તેઓ આજ રોજ આમ આદમી પાર્ટી ના ૬૫-મોરબી માળીયા વિધાનસભાના ઉમેદવાર પંકજભાઈ રાણસરિયા, આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાના હસ્તે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી વિધિવત આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. અંગત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આગામી સમયમાં વધુ પાલિકા પૂર્વ સદસ્યો જોડાય શકે છે.

બજારભાવ, બ્રેકિંગ ન્યુઝ, મોર્નિંગ ન્યુઝ તુરત જ જાણવા માટે કપ્તાનું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરો…

નીચેની લીંક પર ક્લિક કરો અને કપ્તાનના ફેસબુક પેજમાં જઈને લાઈક અને ફોલોનું બટન દબાવો. https://www.facebook.com/kaptaannews

આ સમાચારને શેર કરો