અરુણ જેટલીનું નિધન,રવિવારે બપોરે અંતિમ સંસ્કાર
દેશના પૂર્વ નાણામંત્રી અને બીજેપીને દિગ્ગજ નેતા અરુણ જેટલીનું નિધન થયું છે. તેમણે દિલ્હીની એમ્સમાં બપોરે 12.07 વાગ્યે છેલ્લા શ્વાસ લીધા હતા. તેઓ 66 વર્ષના હતા અને નવ ઓગસ્ટથી દિલ્હી એમ્સમાં દાખલ હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ હોવાના કારણે સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. જેટલીના નિધનના સમાચાર મળતાની સાથે જ ગૃહમંત્રી અમિત શાહ હૈદરાબાદની તેમની મુલાકાત ખતમ કરી દિલ્હી પાછા આવી ગયા છે. રવિવારે બપોરે બે વાગ્યાની આસપાસ અરુણ જેટલીની અંતિમ સંસ્કાર વિધી કરવામાં આવશે.
જેટલી લાંબા સમયથી બિમાર હતા, તેમના ફેફસાંમાં પાણી ભરાતુ હતું, જેના કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. આ કારણે ડોક્ટરોએ તેમને વેન્ટીલેટર પર રાખ્યા હતા. તેમને સોફ્ટ ટિશૂ સરકોમા હતું જે એક પ્રકારનુ કેન્સર છે. જેટલી પહેલેથી જ ડાયાબિટિશના દર્દી હતા. તેમની કિડની પણ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. કેન્સરનો ખુલાસો થતા તેમણે અમેરિકામાં સારવાર લીધી હતી. જેટલીએ વજન ઓછુ કરવા માટે બૈરિએટ્રિક સર્જરી પણ કરાવી હતી.
દિલ્હી યુનિવર્સિટીથી વિદ્યાર્થી નેતા તરીકે રાજકારણમાં પ્રવેશ લીધો હતો. તેઓ સુપ્રીમ કોર્ટમાં વકીલ પણ હતા. મોદી સરકારના પહેલા કાર્યકાળમાં નાણામંત્રી તરીકે કાર્યભાળ સંભાળનાર જેટલી સ્વાસ્થ ખરાબ હોવાના કારણે મોદી-2 સરકારમાં સામેલ ન હતા થયા. તેઓ વાજપેયી સરકારમાં પણ કેન્દ્રીય મંત્રી રહ્યા હતા. તેમની ગણતરી દેશની શ્રેષ્ઠ વકીલોમાં થતી હતી. 80ના દાયકામાં જેટલીએ સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટમાં મહત્વના કેસો લડ્યા હતા. 1990માં તેમને દિલ્હી હાઇકોર્ટમાં સીનિયર વકીલનો દરજ્જો પ્રાપ્ત થયો હતો. વી.પી સિંહની સરકારમાં તેમને એડિશનલ સોલિસિટરનું પદ મળ્યું હતું.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/LlM6agxsWIZLQXliyGBEDZ
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…