તિથવા PHC દ્વારા રોગચાળો ન ફેલાય તે માટે વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી

ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે સર્વત્ર પડેલા સતત વરસાદને કારણે વર્ષાઋતુ દરમિયાન ઠેરઠેર ભરાતા ખાડા ખાબોચિયામાં વધારો થયો છે. અને વરસાદનું પાણી આવા ખાડા ખાબોચિયામાં સ્થિર થવાથી તેમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા જીવલેણ રોગો ફેલાવતા મચ્છરોનો ઉપદ્રવ થવાની સંભાવના રહે છે.સાથે સાથે પીવાનું પાણી દૂષિત થવાની ઝાળા, ઉલ્ટી, ટાઇફોઇડ,મરડો જેવા પાણીજન્ય રોગો થવાની સંભાવના આ સમયે વધુ રહે છે.

આવી પરિસ્થિતિનો સામનો કરવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તિથવા દ્વારા મેડિકલ ઓફિસર ડો.રિયાઝ એન. ખોરજીયાનિ આગેવાનીમા સુપરવાઈઝર..તૌફિક ગઢવારા, મોહમ્મદઆરીફ કડિવાર, શબ્બીર શેરસીયા, મો.તાહીર શેરસીયા, ઉર્વેસ સીપાઈ, આનુંષ માથકીયાની ટીમ દ્વારા પોતાના ફિલ્ડ વિસ્તારમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોથી લોકોને બચાવવા એન્ટીલાર્વલ કામગીરી હાથ ધરવામાં આવી. જેમાં તળાવ,ચેકડેમ,મોટા ખાડાઓમાં પોરાભક્ષક માછલીઓ મુકવામાં આવી. સાથે સાથે બી.ટી.આઈ. દવાનો છંટકાવ અને બળેલા ઓઇલની કામગીરી હાથ ધરાઈ છે.

ડોમેસ્ટિક એરિયામાં સંગ્રહિત પાણીના ખુલ્લા પાત્રોમાં એબેટ કામગીરી કરી મચ્છરનો ઉપદ્રવ ના થાય એવા પગલાંઓ લેવામાં આવેલ છે.
તહેવારોમાં વાસી અને ખુલ્લો ખોરાક ખાવાથી અને દૂષિત પાણી પીવાથી થતા ફૂડ પોઇઝનિંગ અને પાણીજન્ય રોગોથી લોકોને બચાવવા ઘરે ઘરે ક્લોરીનની ગોળીનું વિતરણ કરવામાં આવ્યું છે. પીવાના પાણીના સ્રોતોનું ક્લોરીનેશન અને લોકોને ચોમાસા દરમિયાન ઉકાળેલું પાણી પીવા અંગે આરોગ્ય શિક્ષણ આપી લોકોની સુખાકારી માટે આરોગ્ય વિષયક પગલાઓ લઇ વિવિધ કામગીરી સઘન કરવામાં આવી છે.

🤳🤳🤳🤳🤳🤳🤳🤳

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/LlM6agxsWIZLQXliyGBEDZ

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો