રાજકોટ: પત્નીના પ્રેમીને જાહેરમાં છરીના ઘા ઝીંકી પતિએ પતાવી દીધો
શહેરના 80 ફૂટ રોડ પર આજે રવિવારે બપોરના સમયે પતિએ પત્નીના પ્રેમીની છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ આરોપી પતિ સામેથી થોરાળા પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. હત્યાનો લાઇવી વીડિયો સામે આવ્યો છે જેમાં પતિ પત્નીના પ્રેમીને છરીના ઘા મારતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
હોસ્પિટલે પહોંચે તે પહેલા દમ તોડી દીધો: જયેશ કાનજીભાઇ ચાવડા (ઉ.43)ને દિનેશ ચાવડા નામના યુવાનની પત્ની સાથે પ્રેમસંબંધ હતો. દિનેશની પત્ની રિસામણે છે. ત્યારે જયેશે તેની પત્ની વિશે ખરાબ ટિપ્પણી કરતા દિનેશે ઉશ્કેરાય જઇને જયેશના છરીના ઘા ઝીંકી દીધા હતા. આથી જયેશ ત્યાં જ નીચે ઢળી પડ્યો હતો. જયેશને સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ હોસ્પિટલે પહોંચે તે પહેલા જ તેણે દમ તોડી દીધો હતો. આથી ગભરાયેલો જયેશ સામેથી પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયો હતો અને પોતે જ આ હત્યા કર્યાની કબૂલાત આપી હતી.