‘ગેસલાઇટ’ ફિલ્મનુ શુટીંગ માટે સારાઅલી ખાન સહિતના કલાકારો વાંકાનેરના મહેમાન બનશે

વાંકાનેર પેલેસમાં શુટીંગ થશેઃ વિક્રાંત મૈસી, ચિત્રાંગદાસિંહ સહિતના કલાકારો આવશે
વાંકાનેર : આગામી સપ્તાહથી વાંકાનેરના ભવ્ય પેલેસમાં ફિલ્મ ગેસ લાઈટનું શૂટિંગ શરૂ થવા જઈ રહ્યું છે જેમાં અભિનેત્રી સારા અલી ખાન, અભિનેતા વિક્રાંત મૈસી, અભિનેત્રી ચિત્રાંગદાસિંહ સહીતના વાંકાનેરના શુટીંગ માટે આવી રહયા છે.
વાંકાનેરના રાજના મહારાણા કેશરીદેવસિંહજીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ફિલ્મ ગેસ લાઈટના શુટીંગ માટે આગામી વાંકાનેર પેલેસમાં વ્યવસ્થા કરવામાં આવી છે.
વાંકાનેરના ભવ્ય પેલેસમાં ફિલ્મ શૂટિંગ માટે આવી રહેલા બૉલીવુડ સ્ટાર સારા અલી ખાન સહીતના કાફલાના રોકાણ માટે મોરબી હોટલમાં વ્યવસ્થા કરવામા આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આમ, વાંકાનેર-મોરબીમાં સારા અલીખાન સહીતના ફિલ્મસ્ટાર મોરબી – વાંકાનેર આવી રહ્યા હોય ફિલ્મ રસીકોમાં અત્યારથી જ હરખ છવાયો છે.
કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…
કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો…https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews
કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GmROLWtJBhnH6aFTnowJLQ
ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…
