વાંકાનેર

વાંકાનેર: વઘાસીયામાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો

વાંકાનેર: પાંચેક મહિના પહેલાં વઘાસીયા ગામની સીમમાંથી સગીર બાળાનું અપહરણ કરી ભગાડી જનાર આરોપીને મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટીની ટીમે શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનનો આરોપી સગીરવયની બાળાને ભગાડી અપહરણ કરી ગયો હોય જે આરોપી તથા ભોગ બનનાર સગીરા બંનેને મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે વિછીયાના ગોરૈયા ગામની સીમમાંથી બાતમીને આધારે શોધી કાઢ્યા હતા.

આરોપી વિજય ભીખાભાઈ બોરસળીયા ઉ.વ.25, રહે મોટા હરણીયા તા. ચોટીલા વાળાને શોધી કાઢી આગળની કાર્યવાહી માટે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનને સોંપવામા આવશે.

આ સમાચારને શેર કરો