વાંકાનેર: સીટી સ્ટેશન પાસે ટ્રેન નીચે પડતું મૂકી વૃદ્ધનો આપઘાત

વાંકાનેર : વાંકાનેરમાં વૃદ્ધએ અગમ્ય કારણોસર ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે નોંધ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર સીટી સ્ટેશન નજીક ભાટિયા સોસાયટીના રહેવાસી તુલસીદાસ નરશીભાઈ પઢારિયા ઉ.વ.60 નામના વૃદ્ધએ ટાવર વેગન એન્જિન આગળ અગમ્ય કારણસર પડતું મૂકી આપઘાત કરી લીધો હોય મોતનું કારણ જાણવા તપાસ વાંકાનેર રેલવે પોલીસના એ.એસ.આઈ ઇન્દ્રજીતસિંહ ઝાલા કરી રહ્યા છે.

આ સમાચારને શેર કરો