વાંકાનેર: ગારીડા પાસેથી 12 લાખના વિદેશી દારૂ સાથે 1ની ધરપકડ
પૂછપરછમા અન્ય 3 નામ ખુલ્યા….
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ગારીડા પાસેથી 12 લાખની કિંમતના 326 પેટી વિદેશી દારૂના જથ્થા સાથે તાલુકા પોલીસે એક શખ્સને પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસે ગારીડા ગામની સીમમાંથી સંજય વેલસીભાઈ ચૌહાણ ઉ.વ. 27 રહે નવાગામ, રાજકોટ વાળાને વિદેશી દારૂની પેટી 326, કુલ દારૂ બોટલ નંગ 3924 કિંમત રૂ. 12,08,400 તેમજ બે બોલેરો અને એક બાઇક સહિત કુલ રૂ. 20,43,400ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે.
પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો મનસુખભાઇ બાવકુભાઇ ગણદિયા, ભરત ઉર્ફે બંગડી સવાભાઈ સોરાણી અને જયંતીભાઈ રાઘવભાઈ ચૌહાણ બધા રહે. રાજકોટ વાળાઓના નામ ખુલતા તેની સામે પણ ગુનો નોંધી તેમને પકડી પાડવાની તજવીજ હાથ ધરાઈ છે. હાલ વાંકાનેર તાલુકા પોલીસે આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને જ્યા સપ્લાય કરવાનો હતો તે દિશામાં આગળની તપાસ આદરી હોવાનું જાણવા મળ્યું છે.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…