Placeholder canvas

ખેડુતોને ડુંગળી સબસીડી માટે રાજકોટ માર્કેટયાર્ડમાં વ્યવસ્થા કરી.

રાજકોટ : ડુંગળીના જંગી ઉત્પાદન વચ્ચે ભાવ તળીયે સરકી જવાથી ખેડૂત માથે હાથ ડીને રોઈ રહ્યો છે, આમ ભારે ઉહાપોહને પગલે સરકારે સબસીડી જાહેર કરી છે.

ખેડુતોને સહાયરૂપ થવા માટે રાજકોટ માર્કેટયાર્ડે ખાસ ગોઠવણ કરી છે. યાર્ડના ચેરમેન જયેશ બોઘરાએ કહ્યું કે યાર્ડમાં ડુંગળી વેચનારા ખેડુતોને સબસીડી મેળવવામાં સહાય અને સરળતા થાય તે માટે અરજી સ્વીકારવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સબયાર્ડની ઓફીસ ખાતે અરજી ફોર્મ અપાશે અને સ્વીકારાશે.

1 એપ્રિલથી 30 એપ્રિલ દરમ્યાન ડુંગળી વેચનારા ખેડુતોને સબસીડી મળવાપાત્ર છે. કિલોએ રૂા.2ની સબસીડી મળશે. એક અંદાજ પ્રમાણે એપ્રિલમાં દોઢેક લાખ કટ્ટા ડુંગળીનું વેચાણ થયુ હતું. યાર્ડ હસ્તક 500 ખેડૂતો લાભ લ્યે તેવી ગણતરી છે. યાર્ડ દ્વારા અરજી સરકારને મોકલાશે અને સરકાર સબસીડી આપશે.

આ સમાચારને શેર કરો