Placeholder canvas

રાજકોટ રેલવે ડિવિઝનની કેટલીક ટ્રેન બ્લોકનાં કારણે ડાયવર્ટ કરાયેલા રૂટો પર દોડશે

અમદાવાદ ડિવિઝનના મહેસાણા-અમદાવાદ સેક્શનમાંનોન-ઇન્ટરલોકિંગ કામગીરી માટે બ્લોક લેવામાં આવશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર, આ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટકરાયેલા રૂટ પર દોડશે.

આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પરદોડતી ટ્રેનોની વિગત જોતા તા. 26 અને 27 મે,2022ની ટ્રેન નંબર 19269 પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ, તારીખ 28 મે, 2022ની ટ્રેન નંબર 20937પોરબંદર-દિલ્હી સરાઈ રોહિલ્લા એક્સપ્રેસ અને તારીખ 26મે, 2022ની ટ્રેન નંબર 20938 દિલ્હી સરાઈ રોહિલ્લા-પોરબંદર એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ વિરમગામ-ચાંદલોડિયા-મહેસાણાને બદલે ડાઈવર્ટ કરાયેલા રૂટ વિરમગામ-કટોસણ રોડ-મહેસાણા થઈને ચાલશે. ઉપરોક્ત તમામ ટ્રેનો ચાંદલોડિયા સ્ટેશન પર ઉભી રહેશે નહીં.

ઉલ્લેખનીય છે કે ઉપર દર્શાવેલ તમામ તારીખો ટ્રેનોના પ્રારંભિત સ્ટેશન પરથી ઉપડવાની છે. રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલનને લગતા નવીનતમ અપડેટ્સ માટે www.enquiry. indianrail.gov.inની મુલાકાત લે જેથી કરીને તેઓને કોઈ અસુવિધા ન થાય.

આ સમાચારને શેર કરો