Placeholder canvas

ધ્રાંગધ્રામાં બોરમાં ફસાયેલી દીકરીને બચાવવાનું આર્મીનું દિલધડક ઓપરેશન સફળ

ધ્રાંગધ્રાના ગાજણવાવમાં સવારે 7.30 વાગ્યે 600 ફૂટ ઊંડા બોરમાં આદિવાસી પરિવારની કિશોરી પડી હતી અને 60 ફૂટે ફસાઈ હતી. બોરમાં ફસાયેલી કિશોરીને બચાવવા માટે આર્મી, પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. કિશોરીને બચાવવા માટે આર્મી દ્વારા દિલધડક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને બોરમાંથી તેને 11.30 વાગ્યે હેમખેમ બહાર કાઢી હતી. તેને બચાવવા માટે 4 કલાક રેસ્ક્યૂ-ઓપરેશન ચાલ્યું હતું.

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના દુદાપુર ગામની વાડીમાં બેથી અઢી વર્ષનું એક માસૂમ બાળક રમતાં રમતાં બોરમાં પડ્યું હોવાની ઘટના બની હતી. ઘટનાની જાણ તંત્રને થતાં તાત્કાલિક ફાયરબ્રિગેડ, ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ સ્ટાફ તેમજ આરોગ્યની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તંત્ર દ્વારા અમદાવાદ NDRFની ટીમને પણ જાણ કરવામાં આવી હતી અને ધ્રાંગધ્રા આર્મીની પણ મદદ લેવામાં આવી હતી.

આ ઘટનાની જાણ થતાં આર્મી, પોલીસ, પ્રાંત અધિકારી અને મામલતદાર તથા આરોગ્ય ટીમ સહિતની ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને યુદ્ધના ધોરણે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેને બચાવવા માટે બોરની અંદર સતત ઓક્સિજન મોકલવામાં આવ્યો હતો. આખરે તમામની મહેનત ફળી અને કિશોરીને બચાવવાનું ઓપરેશન સફળ રહ્યું છે આર્મી દ્વારા તેને હેમખેમ બચાવી લેવામાં આવી છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GmROLWtJBhnH6aFTnowJLQ
આ સમાચારને શેર કરો