Placeholder canvas

વાંકાનેરમાં આજે 15mm વરસાદ પડ્યો: સીઝનનો કુલ ૧૧.૧૦ ઇંચ વરસાદ થયો.

વાંકાનેર : આજે સવારથી વાતાવરણ એકદમ ખુલ્લું હતું અને તડકો પણ નીકળ્યો હતો, એવું લાગતું હતું કે હવે ખરાળ આપશે અને ખેડૂતોને રાહત થશે, જેથી ખેતીમાં કામકાજ કરી શકશે. દેવામાં સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો.

મળેલી માહિતી મુજબ આજે વાંકાનેર શહેરની આસપાસના વિસ્તારમાં વરસાદ પડેલ છે, આજે વાંકાનેરમાં પડેલ વરસાદ સરકારી ચોપડે 15 mm નો આંકડો નોંધાયો છે. આ સાથે જ આ સિઝનનો કુલ વરસાદ 282 એમએમ એટલે કે સવા અગિયાર ઇંચ (૧૧.૧૦) વરસાદ પડ્યો છે. અત્રે એ પણ ઉલ્લેખન્ય છે કે હજુ વાંકાનેર તાલુકાના મોટાભાગના તળાવો અને ડેમ ખાલી છે અને નદીમાં પણ ખાસ પાણી આવેલ નથી.

ખેડૂતોને હવે થોડા વરાપની જરૂર છે, જેથી ખેતીમાં કામ થઈ શકે, સતત ધીમી ધારના વરસાદના કારણે ખેતીમાં ખૂબ ખળ થઈ ગયેલ છે. જેમને નીંદવુ ખૂબ જરૂરી હોય તેમ જ બેલી પણ હાકી શકાય નથી, જો બેલી હાલે તો મોલ વધે ચડે…

જુવો વરસાદનો વિડીયો….
કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GmROLWtJBhnH6aFTnowJLQ
આ સમાચારને શેર કરો