Placeholder canvas

મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 5 બોન્ડેડ ડોક્ટરની નિમણુંક

જેઓએ રાજયની મેડીકલ કોલેજમાં દાખલ થતી વેળાએ તેમનો તબીબી સ્નાતક અભ્યાસક્રમ (MBBS) પુર્ણ કર્યા બાદ રાજયના ગ્રામ્ય વિસ્તારમાં એક વર્ષ / ત્રણ વર્ષ માટે સેવાઓ આપવાની લેખિત બાંહેધરી બોન્ડરૂપે આપેલ છે. તેવા MBBS પૂર્ણ કરનાર ડોક્ટરને ગ્રામ્ય વિસ્તારમાં રાજ્ય સરકારે ઓર્ડર કરેલ છે.

ગુજરાત રાજય જાહેર સેવા આયોગ તરફથી પંસદગી પામેલ ઉમેદવાર ઉપલબ્ધ થાય તે બે માંથી જે વહેલું હોય તે સમય માટે ગુજરાત સરકારશ્રીના, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઠરાવ ક્રમાંક-જીએચએસ-૧૦૨૦૧૦ એસ.એચ.એસ /૧૮૮,ત,તા-૦૮/૦૪/૨૦૨૨ ના ઠરાવની જોગવાઈઓ મુજબ માસિક ફિકસ વેતન રૂા.૭૫,૦૦૦/ તથા આ ફિકસ વેતનની રકમ પર અન્ય કોઈ ભથ્થા કે ઈજાફા કે લાભ મળવાપાત્ર થશે નહિ,તે સાથે ગુજરાત આરોગ્ય સેવા વર્ગ-રના તબીબી અધિકારી તરીકેની શરતો/બોલીઓને આધિન નિમણુંક આપવાના આદેશ કરવામાં આવે છે.

આ નિમણૂકમાં મોરબી જિલ્લામાં પાંચ બોન્ડેડ મેડિકલ ઓફિસરની નિમણૂક કરવામાં આવેલ છે જેમાં વાંકાનેર અને ટંકારા તાલુકામાં એક-એક અને મોરબી તાલુકામાં ત્રણ ડોક્ટરને મુકવામાં આવેલ છે. વાંકાનેરમાં અર્બન હેલ્થ સેન્ટરમાં બાંભવા વૈભવકુમાર અશોકભાઈ ને અને ટંકારામાં સા.આ.કેન્દ્રમાં શ્રીયા સુભાષભાઈ માકડીયા અને મોરબીમાં જિલ્લા પંચાયતમાં કૈલા રવીકુમાર વિનોદરાય, ટિકરના મોબાઈલ દવાખાનામાં કરમટા પ્રકાશ દાનાભાઈ અને જેતપુર (મચ્છુ) સા.આ.કેન્દ્રમાં દેત્રોજ દિનેશ જયસુખભાઈને મુકવામાં આવ્યા છે.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…
કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો…https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews
આ સમાચારને શેર કરો