વાંકાનેર: તીથવાના ભંગેશ્વર પાસે કારમાં આગ લાગી, કારમાં સવાર માંડમાંડ બચ્યા. જુવો વીડિયો…

વાંકાનેર: તીથવા પાસે આવેલા ભંગેશ્વર મંદિર પાસે રોડ પર મારુતિની વેગાનાર કારમાં અચાનક આગ લાગતા કારમાં સવાર લોકો માંડ માંડ બચ્યા હતા.

મળેલી માહિતી મુજબ આજે સવારે તીથવાના ભંગેશ્વર મંદિરે દર્શન માટે એક પરિવાર વેગાનાર કારમાં આવ્યો હતો, તેવો દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે ભંગેશ્વર પાસે આવેલા ગેટ પાસે કારમાં અચાનક આગ લાગી ગઈ હતી. બોનેટમાં આગ દેખાતા ડ્રાઇવરે તાત્કાલિક ગાડી સાઈડમા રાખીને તમામ લોકોને ઉતારી દીધા હતા.

આ કારમાં અચાનક આગ લાગી હતી, જોત જોતામાં આગ આખી કારમાં ફેલાઈ ગઈ હતી. થોડા સમયમાં વેગાનાર કાર હાડપિંજર જેવી થઈ ગઈ હતી. જાણ થતા આસપાસના ખેતરમાંથી અને ગામમાંથી લોકો મદદ દોડી આવ્યા હતા. બાજુમાં વસતા ભરવાડ સમાજના યુવાનો રિક્ષામાં પાણીનો ટાંકો લઈને દોડી આવ્યા હતા પરંતુ આગને કાબૂમાં લે તે પહેલાં કાર સંપૂર્ણ બળીને ખાખ થઇ ગઇ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

જુવો ભડભડ સળગતી કારનો વિડિયો…

કપ્તાનની youtube ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો… આ વીડિયોને વધુમાં વધુ શેર કરો…

આ સમાચારને શેર કરો