Placeholder canvas

વાંકાનેર: નગરપાલીકાનું ગ્રાઉન્ડ ગણેશ ઉત્સવ સમિતીને આપવાની સાધુ-સંતો અને મહંતોની અપીલ

જીતુભાઈ સોમાણી ઉપવાસ આંદોલનના સમર્થનમાં વાંકાનેરના સંતો-મહંતો દ્વારા વહીવટી તંત્રને આજે આવેદનપત્ર પાઠવ્યુ હતું.

વાંકાનેર ગણપતિ ઉત્સવ ગ્રાઉન્ડ વિવાદ મામલે જીતુભાઈ સોમાણી પાંચ દિવસથી ઉપવાસ પર બેઠા છે જેના સમર્થનમાં આજે વાંકાનેરના સંતો-મહંતો દ્વારા વર્ષોથી ગણપતિ ઉત્સવનું આયોજન જીતુભાઈ સોમાણીને ગ્રાઉન્ડમાં મળે તે માટે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી.
જેમાં રાઘુનાથજી મંદિરના રેવાદાસ હરિયાણી, ગાયત્રી મંદિરના અશ્વિનભાઈ રાવલ, રાણીમાં રૂડીમાંના મુકેશ ભગત, આપા જાલાની જગ્યાના મગનીરામજી મહારાજ, વંસુધરાની જગ્યાના ભરતભગત, નગબાવાજીની જગ્યાના,જગદીશગિરી બાપુ, ફળેશ્વર મંદિરના વિકાસ તિવારી સહિત સંતો-મહંતો હાજર રહ્યા હતા.

વાંકાનેર: વાંકાનેરમાં છેલ્લા કેટલાક દિવસથી ઘર્મના નામે વાદ-વિવાદ થઈ રહ્યા છે, પહેલા નાગાબાવાના મેળાના ગ્રાઉન્ડ બબતે અને હવે નગરપાલિકાના શાખાનું ગ્રાઉન્ડ ગણેસ ઉત્સવમાં આપવા બાબતે ભારે વાદ-વિવાદ થયો છે. ત્યારે વાંકાનેરના સાધુ સંતો અને મહંતો દ્વારા આજે વાંકાનેર નગરપાલિકાના વહીવટદાર અને વાંકાનેરના મામલતદારને આ ગ્રાઉન્ડ ગણેશ ઉત્સવ સમિતિને આપવાની અપીલ કરતું એક આવેદનપત્ર આપ્યું છે.

સાધુ સંતો અને મહંતોએ આવેદનમાં જણાવ્યું છે કે ગણપતિ ઉત્સવ સમિતી દ્વારા જનમાષ્ટમી, ગણેશ ઉત્સવ, નવરાત્રી ઉત્સવ વર્ષોથી એક જ જગ્યા જે વાંકાનેર નગરપાલીકા ગ્રાઉન્ડમાં સફળતા પૂર્વક ઉજવવામાં આવે છે, અને ધર્મ પ્રેમી જનતા પણ આ ઉત્સવમાં પોતાની લાગણી, અને નિર્ભય પણે હેતથી ભાગ લે છે, અને પ્રેમ ભાવથી આ બધા ઉત્સવો ઉજવવા માટે સહભાગી બની પોતે ધન્યતા અનુભવે છે,

તેવો એ વધુમાં જણાવ્યું છે કે અમારી સંતો મહંતોની અરજ છે કે જે ધાર્મિક ઉત્સવો જે જગ્યા એ ભાવથી ઉજવાતા હોય તે જગ્યા પર જે તે સમિતીને ઉજવવા દેવા જોઇએ જો આ બાબતે આપના દ્વારા કોઇ ફેરફાર કરવામાં આવે તો દરેક ધર્મના લોકોની લાગણીને ઠેસ પહોંચશે, અને સમાજના લોકોની લાગણી દુભાસે. આવનારા દિવસોમાં અનેક લોકો દ્વારા ધાર્મિક જગ્યાની અલગ અલગ માંગણી કરવામાં આવશે. તો આવનાર દિવસોમાં આ બાબતે નિર્ણય લેવામાં અધિકારીઓને તકલીફ ઉભી થશે. આવુ ન બને તે માટે પરંપરા ગત છેલ્લા ૧૦ થી ૧૨ વર્ષ થી ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા જે ઉત્સવો મનાવવામાં આવે છે તેને આ જગ્યા પર ઉત્સવો મનાવવા દેવા જોઈએ એવી વિનંતિ છે.

અમારે રાજકીય બાબતે કોઇ પણ સાથે કંઇ લેવા – દેવા નથી, અમારા માટે બધા સરખા છે, પણ જયારે ધાર્મિક બાબતે વાદ વિવાદ થતો હોય ત્યારે ન છુટકે કોઇ પણ વાદ વિવાદ વગર અથવા કોઇ પણનો પક્ષ લીધા વગર ન્યાયના હીતમાં અમો બધા સંતો મહંતોની ઇચ્છા આપ સમક્ષ રજુ કરીએ છીએ, ગણેશ ઉત્સવ સમિતિને આ જગ્યા ફાળવી આપો તેવી અમાર સંતો મહંતોની ઇચ્છા છે.

આવનારા ભવિષ્ય માં પણ અનેક ધાર્મિક કાયક્રમો થશે, ત્યાર ના સમયને ધ્યાન માં રાખીને રાજકારણથી પર રહીને ન્યાયના હિતમાં વર્ષોથી જે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આયોજન કરવામાં આવે છે, તેને ભવિષ્યમાં પણ વાદ વિવાદ વગર નગરપાલીકાનું ગ્રાઉન્ડ ફાળવવામાં અવે તેવો સાધુ – સંતો દ્વારા સહીઓ કરી અને સત્ય અને ન્યાયના હિતમાં નિર્ણય લીધેલ છે.

આ સમાચારને શેર કરો