હળવદ: માર્કેટિંગ યાર્ડમાં ઉચાપત મામલે જૂની બોડી સામે ગુનો દાખલ…

હળવદ : હળવદ માર્કેટિંગ યાર્ડમાં વર્ષ 2015માં શેષ ફી ઉઘરાવીને તેને ચાઉ કરી જવા મામલે જૂની બોડી સામે એસીબીએ કાર્યવાહી હાથ ધરી છે. જેમાં તે સમયના સેક્રેટરી, વાઇસ સેક્રેટરી અને કર્મચારીઓ સહિત 7 સામે એસીબીએ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળેલ માહિતી મુજબ હળવદ માર્કેટીંગ યાર્ડમાં તે સમયની બોડી દ્વારા ૧૩/૦૨/૧૫ થી તા.૨૬/૦૩/૧૫ દરમ્યાન ડુપ્લીકેટ પહોચ મારફતે માર્કેટ/ફી (શેષ) ઉઘરાવી ખોટા દસ્તાવેજ બનાવી પોતાની સત્તાનો તથા પોતાના રાજય સેવકના હોદાનો દુરઉપયોગ કરવામાં આવ્યો હતો. તેઓએ પુર્વનિયોજીત ગુન્હાહીત કાવતરૂ રચી એકબીજાના મેળાપીપણામાં રહી ગેરકાયદેસર રીતે રૂ.૨૩,૧૯,૭૫૪/- ની માર્કેટીંગ શેષ ઉઘરાવી માર્કેટીંગ યાર્ડમાં જમા નહી કરાવી પોતાના અંગત લાભ મેળવ્યો હતો.

આ કેસમાં એસીબીએ વિપુલભાઇ અરવિદભાઇ એરવાડીયા (સેક્રેટરી), અશોકભાઇ જયંતીભાઇ માતરીયા (વાઇસ સેક્રેટરી), હિતેષભાઇ કાળુભાઇ પંચાસરા (કલાર્ક), નિલેષભાઇ વિનોદભાઇ દવે (કલાર્ક), પંકજભાઇ કાનજીભાઇ ગોપાણી (કલાર્ક), ભાવેશભાઇ રમેશભાઇ દલસાણીયા (કલાર્ક), અરવિંદભાઇ ભગવાનજીભાઇ રાઠોડ (કલાર્ક) સામે એસીબીએ ગુનો દાખલ કરી દીધો છે.

આ સમાચારને શેર કરો