Placeholder canvas

વાંકાનર: પીએમ મોદીનો “પરીક્ષા પે ચર્ચા” સંવાદ કાર્યક્રમ અધિકારીઓ, પદાધિકારીઓની હાજરીમાં વિધાર્થીઓએ નિહાળ્યો

વાંકાનેર: આજ રોજ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો સાથે “પરીક્ષા પે ચર્ચા” સંવાદ કાર્યક્રમ અંતર્ગત વાંકાનેર મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલની તેમજ શારદા હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા ગાયત્રી મંદિર ખાતે વડાપ્રધાનશ્રીનો સંવાદ કાર્યક્રમ નિહાળવામાં આવ્યો ઉપરાંત વાંકાનેર કુવાડવા વિધાનસભાના ધારાસભ્ય “જીતુભાઇ સોમાણી” દ્વારા દોશી કોલેજની ગોલ્ડ મેડલ મેળવનાર તેમજ મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલમા વિજેતા થનાર વિદ્યાર્થીનીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ તકે વાંકાનેર કુવાડવાના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, પ્રાંત અધિકારી શેરસીયા, મામલતદાર કાનાણી, શહેર ભાજપ પ્રમુખ, પરેશભાઈ મઢવી, તાલુકા પૂર્વ પ્રમુખ હકાભાઈ ધરજીયા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ વોરા, નગરપાલિકા ઉપ પ્રમુખ ધમભા જાડેજા, નગરપાલિકા સદસ્યશ્રી, રાજ સોમાણી, બ્રિજરાજસિંહ ઝાલા, પ્રદ્યુમ્નભાઈ પઢીયાર, વિસાભાઈ માંડાણી, મયુરભાઈ ઠાકોર, તેમજ સંગઠનના મેહુલભાઈ ઠાકોર, ચિરાગભાઈ સોલંકી, ભૌમિકભાઈ ખીરૈયા, હર્ષદભાઈ ગોહેલ, પ્રતાપભાઈ બારોટ, સહિત હાજર રહ્યા હતા.

આ સમાચારને શેર કરો