કંડલા હાઇવે ઉપર ટાયર બદલી રહેલા ડ્રાઇવર ઉપર બીજા ટ્રેલરે હડફેટે લેતા મોત.

મોરબી : મોરબી કંડલા નેશનલ હાઇવે ઉપર ટ્રેઇલરનું વ્હીલ બદલી રહેલા પરપ્રાંતીય ટ્રક ચાલકને બીજા ટ્રેઇલરે હડફેટે લેતા ટાયરનો જોટો માથે ફરી જતા વ્હીલ બદલનાર ડ્રાઈવરનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

આ અકસ્માતની મળેલ વિગત મુજબ મોરબી કંડલા નેશનલ હાઇવે ઉપર ટ્રેઇલર ચાલક દિનેશભાઇ પારસનાથ પાંડે ઉ.વ.૩૩ ટાયર બદલતા હતા ત્યારે
ટેઇલર નંબર GJ-12-Y-6111ના ચાલકે બેફિકરાઈથી પોતાનું ટ્રેઇલર ચલાવી દિનેશભાઇને હડફેટે લઈ ટાયરનો જોટો ફેરવી દેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

અકસ્માતનો મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ કચ્છના ગળપાદર ગામે રહેતા રજનીકુમાર જગતનારાયણ તીવારીએ માળીયા પોલીસ સ્ટેશનમાં અકસ્માત સર્જી નાસી છૂટેલા ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૨૭૯,૩૦૪(અ) તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો