મોરબી: લાતીપ્લોટમાં ઘડિયાળના કારખાનામાં શોર્ટ સર્કિટ થતા લાગી આગ

મોરબી : મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં આવેલ ઘડિયાળના કારખાનામાં રાત્રીના સમયે શોર્ટ સર્કિટથી આગ લાગતા ફાયર બ્રિગેડ ટીમની ભારે જહેમત બાદ બે કલાકે આગ બુઝાય હતી. આગથી દશેક લાખની નુકશાનીનો અંદાજ સેવાઇ રહ્યો છે.

આગની ઘટના અંગે મળેલ માહિતી મુજબ મોરબીના લાતીપ્લોટ શેરી નંબર -2માં દીવાલ ઘડિયાળ બનાવતી પ્રદીપ ઇન્ડસ્ટ્રીઝમાં ગત રાત્રીના સાડા દસેક વાગ્યાના અરસામાં આગ લાગતા ફાયર બ્રિગેડને જાણ કરતા આવી પહોંચ્યા હતા અને સતત બે કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં આવી હતી આશરે એક વાગ્યા આગ બુજાય હતી

આ સમાચારને શેર કરો