લજાઈ ચોકડી પાસે ટ્રકે ઠોકર મારતા બાઈક સવારના ફુરચા ઉડી ગયા: એક મોત
By જયેશ ભટાસણા – ટંકારા
ટંકારા : ટંકારા મોરબી હાઈવે પર લજાય ચોકડી નજીક એક કમકમાટી ભર્યા અકસ્માતમાં ડબલસવારી બાઈકને ટ્રક ચાલકે ઠોકર મારી અકસ્માત સર્જતાં બાઇક્સવારનું ઘટનાસ્થળે જ કરુંણ મૃત્યુ નીપજ્યું હતું જયારે અન્ય એકને ઇજા પહોંચતા સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા છે.
મળેલ માહિતી મુજબ આજે ટંકારા – મોરબી રોડ ઉપર લજાઈ ચોકડી નજીક ડબલ સવાર મોટર સાયકલ ઉપર જઈ રહેલ ટંકારા શહેરના મોમિન સમાજના ઉસ્માનભાઈ વલીમામદભાઈ મેસાણીયા અને રહિમભાઈ અલાદીનભાઈ ચૌધરીને પાછળથી ટ્રકે જોરદાર ટક્કર મારતા ભયંકર અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં રહિમભાઈ અલાદીનભાઈ ચૌધરીનુ ધટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું અને વલીમામદભાઈ ધાયલ થતા તેમને ૧૦૮ દ્વારા મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બનાવને પગલે ટંકારા મોમિન સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને મોમીન સમાજના લોકો મોટી સંખ્યામાં સિવીલ હોસ્પિટલ ટંકારા ખાતે પહોંચી ગયા હતા.