વાંકાનેર: તીથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વાર્ષિક આશા સંમેલન યોજાયું
વાંકાનેર: આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તિથવા ખાતે વાર્ષિક આશા સંમેલન રાખવમાં આવ્યું હતું. જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કતીરા , તીથવા પ્રા.આ.કે. ના મેડિકલ ઓફિસર ડો. જાવેદ મસાકપુત્રા, વાંકાનેર તાલુકા પંચાયત સદસ્ય રહીમભાઈ ખોરજીયા , તિથવા ગામના સરપંચ ઇસ્માઇલભાઈ પરાસરાએ હાજરી આપી હતી.
આ સંમેલનમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કતીરા દ્વારા લોકોને કોરોના વેક્સિન લેવા તથા ૧૫ થી ૧૮ વર્ષ ના તમામ બાળકોને રસી લેવા અનુરોધ કરાયો હતો તથા કોરોના રસીકરણ કામગીરી વેગવંતી બનાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત લોકોને વર્તમાન યોજનાનો લાભ મળી રહે તે માટે પી. એમ.એમ.વી.વાય. યોજનાનો લાભ લેવા પણ જણાવવામાં આવ્યૂ હતું.
આ સંમેલનમાં કોરોના કાલમાં સારી કામગીરી કરેલ આશા બહેનો ને ડો. કતીરા દ્રારા બિરદાવવામાં આવી હતી તેમજ પ્રોત્સાહન રૂપે તેમને ભેટ આપવામાં આવેલ. આ પ્રસંગે પ્રા.આ.કેન્દ્ર તિથવાના તમામ કર્મચારીગણ હાજર રહેલ.
કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…
કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews