ટંકારાના વાધગઢ ગામે બન્યો રાજ્યનો પહેલો અનોખો ભારત રત્ન પાર્ક
ટંકારા તાલુકાના સમૃધ્ધ અને જાગૃત વાઘગઢ ગામની પ્રાથમિક શાળાના પટાંગણમાં ભારત રત્ન પાર્ક અને ઔષધાલયનું ૨૬ જાન્યુઆરીએ લોકાર્પણ
By જયેશ ભટાસણા – ટંકારા
ટંકારા : ગામે – ગામ બગીચા ઔષધાલય અને લાયબ્રેરી હોય છે પરંતુ મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નાના એવા સમૃધ્ધ અને જાગૃત ગામના ગ્રામજનો દ્વારા સમગ્ર રાજ્યમાં જ નહીં બલ્કે સમગ્ર દેશમાં પ્રથમ કહી શકાય તેવો ભારત રત્ન પાર્ક નિર્માણ કર્યો છે જેમાં દેશના વીર શહીદો અને મહાન ક્રાંતિકારી મહાપુરુષોની વિશાળ કદની તક્તીઓ મુકવાની સાથે ઐતિહાસિક ત્વરિકો અને માહિતી પણ રજૂ કરવામાં આવી છે.
ટંકારા તાલુકાના વાઘગઢ પ્રાથમિક શાળાના પટાંગણમાં ભારતરત્ન પાર્કનો અનાવરણ કાર્યક્રમની સાથે સાથે આયુર્વેદિક ઔષધાલય ની શરૂઆત કરવામાં આવેલ સરકારની કોરોના અંગેની ગાઈડલાઈનના સંપૂર્ણ પાલન સાથે યોજાયેલ આ અનોખા પરકન અનાવરણ અને લોકાર્પણનો મુખ્ય ઉદેશ્ય પ્રાથમિક શાળાના બાળકો આપણા મહાપુરુષો અને વીર શહીદોને ઓળખે અને તેમાં રાષ્ટ્રમાટે કરેલ ઉત્તમ કાર્યોમાંથી પ્રેરણા લઈ ઉત્તમ દેશભક્ત બને તેવા ઉમદા વિચારોથી આ પાર્કનું નિમાર્ણ કરવામાં આવેલ છે. નવી પેઢીના બાળકો ખુમારી સાથે રાષ્ટ્રપ્રેમ અને આપણા દેશ પ્રત્યેની ફરજોથી સભાન બને તેવા ઉમદા હેતુ સાથે ગ્રામજનો દ્વારા આ પાર્કનું નિર્માણ કરાયું છે.
અનોખા અને ઉત્તમ કહી શકાય તેવા ભારત રત્ન પાર્કને ગામના જ રાષ્ટ્રભક્ત દાતા વલ્લભભાઈ હરખાભાઈ બારૈયા તથા તેમના ધર્મપત્ની શારદાબેનના હસ્તે ખુલ્લો મુકવામાં આવેલ સાથે પહેલું સ્મારક આઝાદીની સર્વ પ્રથમ અંગ્રેજોને હાકલ કરનાર અને દેશ માટે સૌથી વધુ ક્રાંર્તિકારી આપનાર આર્યસમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીનું અનાવરણ સુંદરજીભાઈ રૈયાણી, કાનજીભાઈ છત્રોલા,માવજીભાઈ દલસાણીયા, સવજીભાઈ બારૈયા તથા ગામના યુવાન નિડર સરપંચ વલ્લભભાઈ બારૈયાના હાથે દીપ પ્રગટાવીને ખુલ્લો મુકવામાં આવેલ તથા ચંદ્રશેખર આઝાદ, સરદાર પટેલ, ભગતસિંહ, રાણીલક્ષ્મીબાઈ, ગુરુ ગોવિંદસિંહ,છત્રપતિ શિવાજી, મહારાણા પ્રતાપ,સુભાષચંદ્ર બોઝ, સ્વામી વિવેકાનંદ જેવા ક્રાંતિકારી અને મહાપુરુષોનું અનાવરણ ગામના વડીલ પ્રભુબાપા, બેચરબાપા, ડાયાબાપા, ઉપસરપંચ જયેશભાઇના હસ્તે કરાયું હતું. આ તકે રામજીભાઈ,વાલજીભાઈ ભીમાણી,નિલેશભાઈ, વિપુલભાઈ,નરેશભાઈ ગામના ઉત્સાહી તલાટી મંત્રી શીતલબેન, દયાબેન, ગામના દેશભક્તો બહેનો અને ભાઇઓ અનાવરણમાં જોડાઈ દેશભક્તિનો અનેરો ઉત્સાહ બતાવેલ.
સાથેજ આયુર્વેદિક ઔષધલયને પણ પોતાનું ગામ દુઃખી ન રહે તેના માટે દાતા માવજીભાઈ દલસાણીયા તથા રામચંદ્રભાઈ, સુંદરજીભાઈ ,જે બહેન નિઃશુલ્ક સેવા આપવાની જાહેરાત કરી તેવા શિલ્પાબેન રાણીપાના હસ્તે ખુલ્લું મુકવામાં આવેલ. આ દેશી દવા સામાન્ય રોગ માટે અવિરત સેવા મળી રહે અને એલોપેથીના મોટા ખર્ચાથી બચી તંદુરસ્ત જીવન જીવી શકાય તે માટે દાતાના આવા ઉમદાભાવથી ખુલ્લુ મુકવામાં આવેલ. ત્યારબાદ છેલ્લા દસ વર્ષમાં વાધગઢગામમાં પુષ્કળ વૃક્ષોનું વાવેતર થયેલ છે તેના ઉછેર માટે ખુબજ ઉત્સાહિત વિરલદાતા વલ્લભભાઈ હરખાભાઈ બારૈયા દ્વારા વૃક્ષને પાણી પીવડાવવા માટે ટ્રેકટરનો ટાંકો ગામને ભેટ આપેલ છે. જેનું પણ લોકાર્પણ દાતા તથા ભગવાનજીભાઈ દલસાણીયાના હસ્તે કરી રમેશભાઈની સેવાની નોંધ લેવામાં આવી હતી અહીં આવેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત નવનીતભાઈ ફેફર દ્રારા કરવામાં આવેલ બધાજ પ્રકલ્પોની વિસ્તૃત માહિતી રમણિકભાઈ વડાવીયા દ્વારા આપવામાં આવી હતી. આભાર વિધિ દેવેન્દ્રભાઈ ફેફર દ્રારા કરવામાં આવેલ.
ગામ નાનું અનેક વિધ પ્રવૃત્તિનું ધામ છે, અહીં છેલ્લા આઠવર્ષથી નિયમિત અગિયારસે ગામના વડીલો તથા બહેનો દ્વારા ગામ સફાઈ તથા જાહેર બગીચાની સફાઈ કરવામાં આવે છે. વાધગઢ શાળામાં પણ અનેક વિધ કાર્યો દ્વારા શૈક્ષણિક કાર્ય કરવામાં આવે છે. વાઘગઢ ગામ તથા સીમતળમા શ્રમયોગી ભાઈઓના બાળકો શિક્ષણથી વંચિત ન રહે માટે કોઈ અભણ નહીં કોઈ ભૂખ્યું નહીં ગામના લોકસહયોગથી ચલાવવામાં આવે છે. આ ઉદેશ્યની પાછળ નિરક્ષરતાની બેડીઓમાંથી આપણા દેશના શ્રમયોગીભાઈઓને મુક્ત કરવાની સાથે જ શાળામાં ગામના દાતા દ્વારાદરરોજ પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે.
કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…
કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews