Placeholder canvas

ખાલી પેટ અંજીરના પાણીનું સેવન કરો, શરીરમાં થશે અદભૂત ફાયદા

સુકા અંજીર સ્વાદમાં મીઠા હોય છે. આ સાથે ખાવામાં નરમ અને વધુ ચાવવાવાળા હોય છે. અંજીરમાં ફેટ અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. આ સાથે તેમાં ઓછા પ્રમાણમાં સોડિયમ અને ફાઇબર હોય છે. આ ઉપરાંત કાર્બોહાઇડ્રેટ અને સુગર સંતુલિત માત્રામાં હોય છે.

રાતભર પલાળેલા અંજીરનું નિયમિત સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા લાભ મળી શકે છે. અંજીરનું સેવન સીધુ પણ કરી શકાય છે. જોકે, પાણીમાં પલાળવાથી તમને વધુ સારા સ્વાસ્થ્ય લાભો મળશે. આખી રાત અંજીરને પલાળી રાખવાથી તેના દ્રાવ્ય ફાઇબરના કન્ટેન્ટને તોડવામાં મદદ મળે છે.

પલાળેલા અંજીર ખાવાના ફાયદા ચમત્કારિક છે. અંજીર કબજિયાત માટે રામબાણ ઇલાજ સમાન છે. આ સાથે અંજીર પાચનક્રિયાને સ્વસ્થ રાખે છે. આ ઉપરાંત અન્ય ઘણા આરોગ્ય લાભો પણ આપે છે. અંજીરને સુપરફૂટ કહેવાય છે. પાણીમાં પલાળેલા અંજીરનું સેવન કરવાથી અને તેનું પાણી પીવાથી ઘણા સ્વાસ્થ્ય ફાયદા થાય છે. તમારા નિયમિત આહારમાં અંજીરનો સમાવેશ કરવો શ્રેષ્ઠ છે…

પલાળેલા અંજીરના ફાયદા

પ્રજનન સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે.

અંજીરમાં રહેલા ઝિંક, મેંગેનીઝ, મેગ્નેશિયમ અને આયર્ન જેવા ખનિજો મહિલાઓના પ્રજનન સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવે છે. આ ખાવાથી તમારા શરીરને હોર્મોનલ અસંતુલન અને મેનોપોઝ પછીની સમસ્યાઓથી રક્ષણ મળે છે. અંજીર પીએમએસની સમસ્યાને ઓછી કરવામાં પણ મદદ કરી શકે છે.

કબજિયાત મટાડે છે.

સવારે પલાળેલા અંજીર ખાવાથી કબજિયાતમાં રાહત મળે છે. આનું કારણ એ છે કે, અંજીર દ્રાવ્ય અને અદ્રાવ્ય બંને ફાઇબરથી સમૃદ્ધ છે, જે આંતરડાની ગતિમાં સુધારો કરવામાં મદદ કરે છે. તેનાથી તમારું પાચનતંત્ર પણ સ્વસ્થ રહેશે. સામાન્ય રીતે તંદુરસ્ત આહાર લો, જે સંતુલિત અને પૌષ્ટિક હોય, ફળો અને શાકભાજીથી ભરપૂર હોય.

હાડકાંને મજબૂત રાખે છે.

અંજીરમાં કેલ્શિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે, જે તંદુરસ્ત હાડકાં માટે જરૂરી છે. આપણું શરીર પોતે કેલ્શિયમ ઉત્પન્ન કરતું નથી, તેથી એવા ખોરાકનું સેવન કરવું જરૂરી છે, જે શરીરને કેલ્શિયમ આપે. અંજીર ઉપરાંત, કેલ્શિયમના અન્ય સારા સ્ત્રોતોમાં સોયા, દૂધ અને લીલા પાંદડાવાળા શાકભાજીનો સમાવેશ થાય છે.

વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.

અંજીરમાં કેલરી ઓછી હોય છે અને ફાઈબર વધારે હોય છે, જે તેને તમારા આહારમાં સામેલ કરવા માટે ઉત્તમ ખોરાક બનાવે છે, ખાસ કરીને જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ, તો સવારે પલાળેલા અંજીર ખાવાની સાથે, તમે તેને મધ્ય-નાસ્તા તરીકે ખાઈ શકો છો. ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાવાને બદલે અંજીર ખાવાથી ઘણા ફાયદા થાય છે.

બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરે છે.

અંજીરમાં ક્લોરોજેનિક એસિડ અને પોટેશિયમ હોય છે, જે તમારા બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જેઓ ડાયાબિટીસથી પીડિત છે અથવા તેમના બ્લડ સુગર લેવલને નિયંત્રણમાં રાખવા માંગે છે, તેમના માટે અંજીર ઉત્તમ છે.

આ ઉપરાંત….

✅ માત્ર 1 કે 2 અંજીરને રાત્રે પાણીમાં પલાળીને તેનું પાણી અને તે અંજીરને ખાવાથી શરીરને ઘણા સ્વાસ્થ્ય લાભ મળે છે.

✅ જો તમે પણ સતત નબળાઈથી પીડાતા હોવ તો તમે તમારા આહારમાં પલાળેલા અંજીરને સામેલ કરી શકો છો.

✅ ટાઇપ- 2 ડાયાબિટીસ ધરાવતા લોકો માટે, દરરોજ પલાળેલી અંજીર ખાવાથી બ્લડ સુગર લેવલ ઘટાડી શકાય છે અને સુગરને નિયંત્રિત કરી શકાય છે.

✅ અંજીરનું પાણી અને અંજીર ખાવાથી પ્રજનન અંગો સ્વસ્થ રહે છે. અંજીરમાં ઘણા મહત્વના ખનિજ તત્વો હોય છે.

✅ અંજીરમાં પોટેશિયમ વધુ હોય છે. ઉપરાંત, અંજીરમાં ક્લોરોજેનિક એસિડ હોય છે જે લોહીમાં સુગર લેવલને ઘટાડવામાં મદદ કરે છે.

✅ અંજીરમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે. કબજિયાતથી પીડાતા લોકોએ અંજીર ખાવું જોઈએ. તે આહાર માટે સારું છે.

✅ તમારા આહારમાં અંજીરના પાણીનો સમાવેશ કરવાથી શરીરમાંથી બિનજરૂરી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ મળે છે.

અંજીરને પલાળવાની સાચી રીત :

  • સૌથી પહેલા સૂકા અંજીરના 2-4 ટુકડા લો
  • જે બાદ પાણીથી ભરેલો એક નાનો બાઉલ લો
  • તેમાં અંજીરના ટુકડા પલાળી દો
  • આ અંજીરના ટુકડાને આખી રાત પલાળી દો
  • જે સવારે પાણી કાઢી લો
  • ખાલી પેટે પલાળેલા અંજીર ખાઓ
  • આ ઉપરાંત તમે પલાળેલા અંજીરમાં થોડું મધ પણ ઉમેરી શકો છો
આ સમાચારને શેર કરો