ઢીસૂમ: વાંકાનેરના અનસ બ્લોચે 65મી નેશનલ શૂટિંગ ચેમ્પયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો.

વાંકાનેર: તાજેતરમાં દિલ્હીમાં ડૉ. કરનીસિંહ શૂટિંગ રેન્જમાં 65મી નેશનલ શૂટિંગ ચેમ્પયનશિપ કોમ્પેટીશનનું આયોજન થયું હતું. જેમાં વાંકાનેર અનસ બ્લોચે બ્રોન્ઝ મેડલ જીતીને ગુજરાત, વાંકાનેર અને વાંકીયાનું ગૌરવ વધાર્યું છે.

વાંકાનેર તાલુકાના વાંકીયા ગામે રહેતા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગુલમહંમદભાઈ બ્લોચના પૌત્ર અનસ બ્લોચ ગન શૂટિંગમાં ખૂબ સારી કાબેલિયત ધરાવે છે. તેઓ અવાર નવાર શૂટિંગ હરીફાઈમાં ભાગ લઈને ખૂબ સારો દેખાવ કરી રહીયા છે. અનસ બ્લોચ એ ગુલમહંમદભાઈ બ્લોચના મોટા પુત્ર મુસ્તાક બ્લોચનો પુત્ર છે.

તેઓ તાજેતરમાં દિલ્હીમાં ડૉ. કરનીસિંહ શૂટિંગ રેન્જમાં 65મી નેશનલ શૂટિંગ ચેમ્પયનશિપ કોમ્પેટીશનનુ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતમાંથી અનશ બલોચ, માનવરાજસિંહ ચુડાસમા અને પ્રજ્ઞેશ પટેલની ટીમએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

કપ્તાન ગ્રુપ તરફથી અનસ બ્લોચને અભિનંદન સાથે ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

તમારા શહેરના તમામ સમાચાર સૌથી પહેલા જાણવા માટે અત્યારે જ ‘કપ્તાન’ની મોબાઇલ એપ્સ ઇન્સ્ટોલ કરો…
કપ્તાન ન્યૂઝની ઍપ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો…https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો