વાંકાનેર

ઘુનડા: ગાયો અને પિતૃઓના મોક્ષાર્થે 11 ડિસેમ્બરથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ

મોરબીના ધુનડા (સ.) ગામે 112 ગાયોની સમાધિ નિમિત્તે તથા ગાયો અને પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન આગામી તા.11 ડિસેમ્બરથી કરવામાં આવ્યું છે.

ધુનડા (સ.) ગામના શક્તિધામ ખાતે શક્તિ માતાજી ગરબી મંડળ તથા ધુનડા (સ.) ગામ સમસ્ત દ્વારા આગામી તા. 11 ડિસેમ્બરને રવિવારથી તા. 17 ડિસેમ્બર ને શનિવાર સુધી આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે. કથાના વક્તા તરીકે શાસ્ત્રી જનકભાઈ મહેતા (ડોડીયાળા વાળા) રાજકોટ પધારશે અને દરરોજ સવારે 9 થી 12 અને બપોરે 3 થી 6 વાગ્યા સુધી કથાનું રસપાન કરાવશે.

આ સમાચારને શેર કરો