Placeholder canvas

એ ભાઈ!! હું થાહે હૈ”! રાજકિય કિડા ફટફટિયા લઈ ગામડા ફરી રહા છે

ટંકારા: વિધાનસભા ચૂંટણીમાં ટંકારા પડધરી બેઠકમાં 71.18ટકા જેટલું ઊંચું મતદાન થયું છે,ત્યારે સૌથી વધુ 94.13% મતદાન રંગપર ગામમાં અને સૌથી ઓછું મતદાન 41.82% મકનસર ગામમાં નોંધાયું છે અનામત આદોલનની લહેર બાદ 3% નિચા મતદાન અને મજબૂત ત્રિજા પક્ષે નેતાની નિદ્રા ખલેલ પાડી છે તો મતદારો પણ શાણા બની બધા નેતાને કુણુ વલણ દેખાડી મનકળવા દેતા નથી.

વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં મોરબી જિલ્લાની ટંકારા વિધાનસભા બેઠકમાં કુલ 249508 મતદારો પૈકી 96795 પુરુષ અને 80817સ્ત્રી કુલ 177612 મતદારોએ મતદાન કરી મતદાનની ટકાવારીને 71.18% પહોંચાડી હતી. વધુમાં ટંકારા પડધરી મતવિસ્તારમાં પાટીદાર વસ્તી ધરાવતા ગામોમાં મતદાનની ટકાવારી 85 ટકાને પાર કરી ગઈ છે અને આ બેઠકમાં યુવા મતદારોએ પણ 95% ટકા મતદાન કર્યું હતું.

જો કે ટંકારા બેઠકમાં 2017 ની સરખામણીમાં આ વખતે મતદાન 3% ધટયુ છે જેથી રાજકીય પંડિતો માથું ખંજવાળી રહ્યા છે અને આપ – ભાજપ- કોંગ્રેસ સહિતના કાર્યક્રરો ગામે-ગામ ફટફટીયા લઈ કોણે કેટલા મત મળશે ના અંકોડા અને ટકાવારી કાઢી હારજીતના ગણિત માંડવા બેઠા છે. બિજી બાજુ મતદારો પણ શાણા બની એકય નેતાને ખોંખારો ખાઈને એની સાથે છી કે સામે છી નો અહેસાસ થવા નથી દેતા. જોકે હવે આગામી 8 ડિસેમ્બર ને ગુરૂવારે હધુય હમુસુતરૂ સાફ થઈ જશે. ત્યા સુધી આ કડકડતી ઠંડીમાં હાર જીતના લાખોના દાવ લાગવા મંડયા છે.

આ સમાચારને શેર કરો