skip to content

વાંકાનેરના રાજકુંવર કેસરીદેવસિંહજીની શુક્રવારે રાજતિલક વિધિ

વાંકાનેર : વાંકાનેર રાજના રાજવી પરિવારના રાજકુંવર કેસરીદેવસિંહજીની રાજતિલક વિધિ સમારોહ યોજવામાં આવશે. આ તિલકવિધિ બાદ નગરયાત્રા કાઢવામાં આવશે. રાજયાભિષક વીધી તથા રાજતિલકવિધી વાંકાનેરના આંગણે ધાર્મિક વિધી વિધાન અને રાજવી પરમપરાગત રીતે કરવામાં આવશે.તેમજ નગરજનો માટે ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

વાંકાનેર રાજ પરિવારના મહારાણા રાજ કેસરીદેવસિંહની રાજતિલક વિધિ આગામી તા.4ના રોજ વાંકાનેર જુના દરબારગઢમાં સવારના 8:30 થી 9:00 દરમિયાન કરવામાં આવશે.રાજતિલક વિધિ બાદ તે દિવસે સવારના 09:30 થી જુના દરબાર ગઢથી શરૂ કરીને ચાવડીચોક,મેઈનબજાર, પુલદરવાજા ચોકથી બાપુના બાવલા સુધી એક નગરયાત્રા નીકળશે. આ રાજતિલક વિધિના પ્રસંગમાં વાંકાનેર શહેર તેમજ વાંકાનેર તાલુકાના સમસ્ત ગ્રામજનો માટે તા.5ના રોજ સાંજના 5:00 કલાકે શીતળા માતાજીના મેળાના મેદાનમાં બાપુનો અભિવાદન કાર્યક્રમ તથા ભોજન સમારંભ યોજવામાં આવેલ છે.આ પ્રસંગે સમગ્ર જનતાને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા બાપુ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

વાંકાનેરના રાજવી સ્વ.અમરસિંહ ઝાલાના પપૌત્ર કેશરીદેવસિંહ દિગ્વિજયસિંહ ઝાલાની રાજયાભિષક વીધી તથા ‘રાજતિલકવિધી’નો પ્રસંગ વાંકાનેરના આંગણે ધાર્મિક વિધી વિધાન અને રાજવી પરમપરાગત રીતે પાંચ દિવસ સુધી જુદા જુદા કાર્યો સાથે ઉજવવા વાંકાનેરના રાજ પરિવાર સાથે સમગ્ર વાંકાનેર પંથકના નગરજનોમાં અનેરો થનગનાથ જોવા મળી રહયો છે.ગામે ગામ સંતો-મહંતો અને ક્ષત્રીય સમાજ સહીત તમામ સમાજના અગ્રણીઓ,શ્રેષ્ઠીઓને નિમંત્રણો પહોંચાડવા સહીતની “રાજતિલક વિધીની તડામાર તૈયારીઓ સાથે જુના દરબારગઢ અને ગરાસીયા બોડીંગ ખાતેથી તમામ તૈયારીઓને આખરી ઓપ અપાય રહયો છે.

આ રાજતિલકવિધી ની માહીતી આપતા મહારાણારાજ કેશરીદેવસિંહ ઝાલાએ જણાવેલ કે તા. ૧/૩/૨૦૨૨ને મહાશિવરાત્રીના પાવન દીને વાંકાનેરથી દસ કિ.મી. દૂર આવેલ સ્વયંભૂશ્રી જડેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારે જડેશ્વર દાદાના નિજ મંદિરમાં અભિષેક –પુજન બાદ જડેશ્વર મહાદેવ મંદિરના ‘રતન ટેકરી’ ના પ્રવેશ ધ્વારે બનાવવામાં આવેલ ”દિગ્વિજય ઘ્વાર’ મંદિરને અર્પણ કરવામાં આવશે.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો…https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો