Placeholder canvas

રાજકોટ-જામનગર હાઈવે પર અકસ્માતમાં બેના મોત,એકને ગંભીર ઇજા અને એકનો ચમત્કારિક બચાબ

આજે ભાઈબીજના પવિત્ર દિવસે ગોઝારો અકસ્માત થતા ઍક આખો પરિવાર છિન્ન ભીન્ન થઈ ગયો છે. આ અકસ્માતમાં ઍક બાળક સહિત બેના મોત નિપજ્યા છે. જયારે ઍક મહિલાને ગંભીર ઈજા થતા તેની નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતમાં દોઢ થી બે વર્ષની ઉંમરની નાનકડી ફૂલ જેવી દીકરીનો આબાદ બચાવ થયો છે.

મળેલ માહિતી મુજબ આજે બપોરે ધ્રોલ – જામનગર – રાજકોટ હાઈવે ઉપર આવેલ આહિર કન્યા છાત્રાલય પાસે ઍક અલ્ટો ગાડીના ચાલકે સ્ટીયરીંગ પર કન્ટ્રોલ ગુમાવતા ગોઝારો અકસ્માત થયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે આસપાસથી નીકળી રહેલા વાહન ચાલકો અને નજરે જાનારાઓની રાડ ફાટી ગઈ હતી

આ અકસ્માતમાં ઘટના સ્થળે જ એક 8થી 10 વર્ષના બાળક સહિત બીજલભાઈ જેઠવા નામના વ્યકિતનું ઘટનાસ્થળે જ મોત થયુ છે, જયારે આ કારમાં સવાર મહિલાને ખૂબ જ ગંભીર ઈજા પહોંચી છે. તેમને તાત્કાલીક જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

પ્રાથમિક મળેલી માહિતી મુજબ આ પરીવાર અમદાવાદનો હોવાનુ અને જામનગર જઈ રહ્ના હોવાનું જાણવા મળે છે. આ બનાવ બાદ પોલીસ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી, મૃતકના પરીવારજનોને જાણ કરી દીધી હતી. પોલીસની મહિલા ટીમ દ્વારા બચ્ચી ગયેલી બે વર્ષની દીકરીની સાર સંભાળ રાખવામાં આવી રહી છે.

આ સમાચારને શેર કરો