હીટ એન્ડ રન: કારે બાઇકને અડફેટે લીધુ,સારવાર દરમિયાન વૃદ્ધનું મોત

કોટડા સાંગાણીના ધારાસભ્ય સાગઠીયા ગામ પાસે હીટ એન્ડ રનની ઘટનામાં અજાણી ફોર વ્હીલે બાઇકને હડફેટે લેતા રાજકોટ જીવરાજ પાર્કના વૃધ્ધનું રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

મળેલી માહિતી મુજબ નાના મવા રોડ પર જીવરાજપાર્ક પાસે ડ્રીમ ઍવન્યુ ઍપાર્ટમેન્ટમાં રહેતા મનસુખભાઇ કાનજીભાઇ ફળદુ (ઉ.વ.60 તા.21ના રોજ પોતાનું બાઇક લઇને કોટડા સાંગાણી પાસે પોતાની વાડીઍ જતા હતા ત્યારે કોટડા સાંગાણી પાસે અજાણી ફોર વ્હીલના ચાલકે બાઇકને ઉલાળતા વૃધ્ધ ફંગોળાઇ જતા માથા તથા શરીરે ઇજા થઇ હતી.

જે બાદ તેને સારવાર માટે વોકહાર્ટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતાં. ત્યાં તેનું મોત નિપજયુ હતું. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે પ્રાથમિક કાગળો કરી કોટડા સાંગાણી મોકલવા તજવીજ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો