હડમતિયા રામજી મંદિરમાં ભગવાનને અન્નકુટ ધરતા ગ્રામજનો
હડમતિયામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણા આરાધ્ય દેવ ભગવાન શ્રીરામ,લક્ષ્મણ,જાનકીજીના વાઘા (કપડા) બદલાવી તેમજ રાધા-ક્રિષ્નાજીને ૫૬ ભોગના અન્નકુટ ધરાવામાં આવ્યા હતા. સાથે આરતીનો લ્હાવો લઈ ગ્રામજનોએ આ મહાભોગને એક પાત્રમાં લઈ તમામ ભોગને મિશ્ર કરીને પ્રસાદરૂપે વહેચણી કરવામાં આવી.
રામજી મંદિરના પુજારી મનુ ભગતે સૌ કોઈને નવા વર્ષના આશિષ આપ્યા હતા. આ અન્નકુટની તમામ તૈયારીઓ કામરીયા મુળજીભાઈ, મેરજા ઠાકરશીભાઈ, સિણોજીયા જાદવજીભાઈ, પ્રભુભાઈ મેરજા તથા અન્ય ભક્તો દ્વારા કરવામાં આવી હતી.

