Placeholder canvas

વાંકાનેર શહેર ભાજપના ઉપ પ્રમુખ અમીત શાહને મળેલ મોબાઈલ અને રૂપિયા માલિકને પરત કર્યા.

વાંકાનેર મેઈન બજારમાં અપાસરા શેરીની બાજુમાં અમિતભાઈ શાહની અમીત ટ્રેડર્સના નામે દુકાન આવેલ છે જેઓ આજ રોજ સવારના દસેક વાગ્યાની આસ પાસ તેઓ દુકાન બહાર નીકળતા હતા ત્યારે તેમની નજર દુકાનથી થોડે દૂર જ સામે રોડ ઉપર પળેલ એક મોબાઈલ ઉપર પાળતા અમિતભાઈ શાહ તુરંત તે મોબાઈલ ઉઠાવે છે તો મોબાઈલની સાથે રોકડ રકમ પણ હોય છે જેથી તેઓ આજુ બાજુમાં રહેલા લોકોને પૂછ પરછ કરવામાં આવેલ છતાં પણ મોબાઈલના મૂળ માલિક ન મળતા અમિતભાઈ શાહ તેને સોધવામાં વ્યસ્ત હતા ત્યાં જે તે મળેલા મોબાઈલ ઉપર કોલ આવે છે અને અમીતભાઇ શાહ દ્વારા કોલ ઉઠાવીને વાત કરવામાં આવે છે ત્યારે કોલ કરનાર વ્યક્તિ કહે છે આ મોબાઈલ મારો છે હું સરતાનપર ગામમાં રહું છું અને મારું નામ દાનાભાઈ ટીડાભાઈ વિજવાડિયા છે અને આજે સવારે હું ખરીદી કરવા માટે આવેલ હતો ત્યારે મારા પાસેથી તે મોબાઈલ અને રોકડ રકમ ખોવાય ગયેલ હતો તે સાંભળીને અમીત ભાઈ શાહે કહ્યું ભાઈ તમારો મોબાઈલ અને રોકડ રકમ મારી પાસે સુરક્ષિત છે તમે મોબાઈલ અને રોકડ રકમ તમારી હોવાનો પુરાવો આપી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પીઆઈ સોલંકીની હાજરીમાં આવીને તમે લઇ જાવ અત્યારે હું પોલીસ સ્ટેશનેજ છું તમે ત્યાં આવો તેવુ કહેતા મોબાઈલના મૂળ માલિક દાનાભાઇ ટીડાભાઈ વિજવાડીયા થોડીવારમાં પોલીસ સ્ટેશને આવે છે એ પીઆઈ સોલંકી સાહેબની હાજરીમાં ખરાઈ કરી અને તે વ્યક્તિ જ તેમના મૂળ માલિક હોય તેમનો મોબાઈલ અને રોકડ રકમ અમિતભાઈ અને પીઆઈ સોલંકીના હસ્તે આપી દેવામાં આવે છે જે ખરેખર એક માનવતાનું ઉત્તમ ઉદારણ પુરૂ પાડવામાં આવેલ છે

મોબાઈલ અને રોકડ રકમ પરત મળતા દાનાભાઈ ટીડાભાઈ વિજવાડીયા દ્વારા કહેવા આવેલ કે સાહેબ અમિતભાઈ શાહની માનવતાના કારણે આજે મને મારી ખોવાયેલ મોબાઈલ અને રોકડ રકમ પાછી મળેલ છે તે બદલ અમિતભાઈ શાહ અને પીઆઈ સોલંકીનો હું ખુબ ખુબ આભારી છું જે કદાચ આવી માનવતા ખૂબ ઓછી જોવા મળે છે તેવું કહી તે ખુશીથી હસતા હસતા પોલીસ સ્ટેશનેથી વિદાય લે છે

આ સમાચારને શેર કરો