Placeholder canvas

ભારે વરસાદને લઈ દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ

રાજ્યમાં 30 તારીખ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે ગુજરાતમાં ચોમાસાનું આગમન થયું છે. ત્યારે રાજ્યમાં 30 તારીખ સુધી વરસાદ રહેશે.

આજે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ રહેશે.આજે અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદરમાં વરસાદની આગાહી છે. સાથે જ રાજકોટ, સુરેન્દ્રનગર, નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ અને છોટાઉદેપુરમાં વરસાદની સંભાવના છે.તેવામાં મહત્વનું છે કે હવામાન વિભાગે વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આ સમાચારને શેર કરો